જીંદગી ને જો માની લઉ હું શબ્દ, પણ એના શબ્દાર્થ ઘણા અઘરા છે
જેમ શબ્દો ની માયાજાળ અઘરી, એમ શબ્દાર્થ પણ એવા અઘરા છે
જીંન્દગી આપે શુ હવે જવાબ મને, જાતને પુછેલા એ સવાલો અઘરા છે
જીંદગી ને કદાચ જાણી નહીં શકુ ક્યારેય, જીંદગી ના હર અર્થ ઘણા અઘરા છે
વાદાખોદ મા, વિખવાદો મા, ચાર દિવસ ની ઉમર બરબાદ કરે છે
સમજાતી નથી મને આ જીંદગી, આથી નિશિત ફરિયાદ કરે છે
બિહામણી રાત મા રાહ જોઉ જીંન્દગી, અજવાળુ ક્યારે થાય છે
માનુ છુ જગમા જેને પોતાના એ પારકા બની ને રહી જાય છે
આવે છે અર્ધ,અલ્પવિરામ જીંન્દગી પણ ક્યારે પુર્ણવિરામ આવે છે
તારા પુર્ણવિરામ ની ભાષા પણ ક્યાં કોઇનેય સમજાય છે
તારા અઘરા શબ્દાર્થ ની શોધ મા મારા દિવસો હવે વેડફાય છે
ઓ જીંદગી સમજીશ ક્યારેક એ શબ્દાર્થ ને ,જે આજે ઘણા અઘરા છે
ક્યારેક તો તુ દેજે સાથ ઓ અઘરી જીંદગી "નીશીત" ને
ને સમજાવજે તારા હર અર્થ , જે લાગે ઘણા અઘરા છે.
♫♥નીશીત જોષી♫♥
શુક્રવાર, 20 ફેબ્રુઆરી, 2009
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો