શુક્રવાર, 20 ફેબ્રુઆરી, 2009

સારસ્વત તેદી સુરા કહેવાતા

સારસ્વત તેદી સુરા કહેવાતા
હતુ રાજ્ય એઓ નુ રાખતા ધ્યાન રૈયતનુ
પલ ભર પણ કદી અપમાન ન સહેવાતા
સારસ્વત તેદી સુરા કહેવાતા
ધરતા શસ્ત્રો સર્વદા છતા શાસ્ત્રો પણ સાથે સહેવાતા
ખરા અર્થમા બીજા પરશુરામ કહેવાતા
સારસ્વત તેદી સુરા કહેવાતા
હતા નીપુણ સર્વમા સાચા અર્થમા કલાકાર કહેવાતા
અણીના આખરી સમયે રણસંગ્રામમા કુવાડે ઘાવ દેવાતા
સારસ્વત તેદી સુરા કહેવાતા
સરસ્વતીના પુત્રો સાચા ઉપાસક કહેવાતા
ભ્રાહ્મણો ના પણ ભ્રાહ્મણ કહેવાતા
સારસ્વત તેદી સુરા કહેવાતા

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો