ગમ મળે મને બધાના નસીબથી વધારે,
દરિયામા થયુ પાણી સમુદ્રથી વધારે !
આપે છે છાપરુ ફાડીને 'ભગવાન' સાંભળ્યુ છે,
માગ્યુ ન ક્યારેય અમે છાપરાથી વધારે !
માની ને ભગવાન પુજામા નમતા હતા,
પથ્થર હતા અને ન હતા પથ્થરથી વધારે !
લાગે છે ક્યારેક કંતાન પણ રેશમથી મુલાયમ,
વાગે છે ફુલ પણ ક્યારેક કાંટાથી વધારે !
હર સ્વપ્ના છે ઘણા દુર મારા હાથ છે નાના,
અને પગ છે લાંબા મારી ચાદરથી વધારે !
આવા સમયથી આશા રાખુ તો શું રાખુ,
આપશે પણ તો શું તે એક દરવાજાથી વધારે !!
' નીશીત જોશી '
ગુરુવાર, 19 ફેબ્રુઆરી, 2009
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો