ઋણાબંધન હતા ત્યાં સુધી સગપણ હતા,
ભરતી બાદ ઓટ આવે તે તો કુદરતની કરામત છે,
રહી નથી શકતુ વાદળ કાળુ તડકામા વધારે,
શિયાળામા તડકાની ચમક લઇ બેસવુ સારુ છે,
પારિજાતનો સ્વભાવ મહેક લુટાવવાનો હોય ,
જોઇ જીવ બાળીયે આપણો લોહીનુ પાણી થાય છે,
શા માટે કારણ શોધીયે નિરર્થક જીવનમા,
થતા હશે અકાળે મરણ જીવન તો આપણે જીવી જવુ છે,
કોઇ પણ જાતના કારણ શોધ્યા વિના જીવનમા,
મળેલા જીવનને સહજતાથી સુસજ્જીત બનાવવુ છે....
' નીશીત જોશી '
શુક્રવાર, 20 ફેબ્રુઆરી, 2009
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો