તણખલાને જ્વાલા બનાવવાથી શુ મળ્યુ
તુ જ કહે કે ગામ જલાવવાથી શુ મળ્યુ
એ તો મૌઝેદરીયો છે ભટકવુ તારુ નસીબ
હ્રદયની કસ્તી ભવરમા ડુબાળી શુ મળ્યુ
ડુબ્યા બધા સપના પાણીની હતી અછત
હવે આંખોમા ઝરણુ ઉતારવાથી શુ મળ્યુ
એમ તો કર્મ તમારા પહેલાથીજ ઓછા ન હતા
બરબાદીયોની મહેફીલ સજાવવાથી શુ મળ્યુ
અભીમાનનુ તોફાન માથે ચડી બન્યુ બુલંદ
નહીતર તને દિવા ઓલવવાથી શુ મળ્યુ
હવે તો આ મૌસમમા જીવવુ બેહાલ છે
અવાજ દઈ મને બોલાવવાથી શુ મળ્યુ
જ્યારે જીંદગી ચારદિવસની એક અકસ્માત છે
વર્ષો સુંદર સ્વપ્ન દેખાડવાથી શુ મળ્યુ ?
શુક્રવાર, 20 ફેબ્રુઆરી, 2009
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો