શુક્રવાર, 20 ફેબ્રુઆરી, 2009

તરસ લઇ હોઠો પર ભટકો ને રહો અલગ મૌજ મા,
નહીતર તો સાંજ થયે જાય છે બધા મયખાના મા,
જીવે છે અમુક સંમ્બધો હજી , બાકી છે હજી એહસાસ,
હરસમય મળી જાય છે પોતાના હજી કોઇ પારકા મા,
લહેરોની સંગતમા પોતાનો ચહેરો બદલી લે છે તે,
દિલ જેવુ કંઇક હોતુ હશે કદાચ આ પહાડો મા,
શ્રાવણ આવ્યો બે આંખો મા ધુળ ઉડાડી જતો રહ્યો,
તનની જ્વાલા લઇ જીવ ફરે છે રણમા ને વિરાનો મા,
વિરહ ને વર્ષો વિત્યા યાદો થઇ ધુન્ધળી પણ,
તારુ હાસ્ય હજી રણકે છે પાયલ જેવુ કાનો મા.......
' નીશીત જોશી '

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો