ગુરુવાર, 19 ફેબ્રુઆરી, 2009

હું

અગર રાખી શકો તો એક નીશાની છુ હું,
અને ખોઇ નાખો તો ફક્ત એક વાર્તા છુ હું,

રોકી શક્યુ ન કોઇ આ જગત મા,
એવુ એક ટીપુ આંખનુ પાણી છુ હું.

આ અજાણ્યા જગત મા, એકલુ એક સ્વપ્ન છુ,
સવાલો થી મુંજાયેલો, નાનો સરખો જવાબ છુ હું,

જે સમજી ન શકે તેને માટે "કોણ",
જે સમજી ગયા તેને માટે પુસ્તક છુ હું,

દુનિયાની આંખોમા કેમ જાણે ખટકતો,
બધાથી નશીલી અને બદનામ શરાબ છુ હું,

માથુ ઉપાડી જુઓ,તે જોઇ રહ્યો છે તમને,
જેણે ન જોયો તે એક ગુમનામ તારો છુ હું,

આંખોથી જોશો તો ખુશ રહી શકશો,
દિલને પુછશો,તો દર્દનો દરિયો છુ હું.

નીશીત જોશી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો