ગુરુવાર, 19 ફેબ્રુઆરી, 2009

ગોપીઓની ફરિયાદ-- 2

અગર તને ચોરીની આદત ન હોત,
તો બૃજ માં મોહન આવી બગાવત ન હોત,
માખણ જો ઘેરઘેરથી ચોરાવ્યા ન હોત,
તો રોજરોજની તારી શિકાયત પણ ન હોત,
માખણ ની માટલી જો ફોડી ન હોત,
ઘેરઘેર આ ચર્ચા ચાલી જ ન હોત,
મજા તો કેમ મળત તને મોહન,
શરાફત જો ગોપીઓમા પણ ન હોત,
પકડી તને કૈદ કરી લેત અને,
નંદ ના દરબાર મા રજુ કર્યા હોત,
કલમ ચાર સૌ સત્તાવન ની તને લાગત,
કસમ થી તારી જમાનત જ ન થઇ હોત,
ચીર હરવા,લુટી લેવા,આ કર્મો છે કોને દોષ આપવા,
ખોટી સમજત ગોપીઓને ગર તારા મા આવી શરારત ન હોત.
નીશીત જોશી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો