ક્યારેક આંશુ તો ક્યારેક ખુશીઓ વેચી,
અમે વિરાના ની તન્હાઇ વેચી,
થોડા શ્વાસો છે ખરીદવા માટે,
રોજ મરતી જીંન્દગી વેચી,
હેરાન કરતા થયા પડછાયા મારા જ મને,
વ્યાકુળ થતા મેં રોશની વેચી,
એક જ હતો 'નિશિત' જે પોતે વેચાઇ ગયો,
નહિતર લોકોએ તો પોતાની જીંન્દગી વેચી.
'નીશીત જોશી'
ગુરુવાર, 19 ફેબ્રુઆરી, 2009
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો