ગુરુવાર, 19 ફેબ્રુઆરી, 2009

ન કરાય

કહ્યુ તેણે ભરોશો દિલ પર એટલો ન કરાય,
કહ્યુ અમે મહોબ્બત મા ક્યારેય વિચાર ન કરાય,
કહ્યુ તેણે દુનીયા ના કેવા ખુશરંગ નજારા છે,
કહ્યુ અમે જ્યારે તમે હો પાસે કંઇ બીજુ જોયા ન કરાય,
કહ્યુ તેણે છુ તમારાથી દુર પણ તમારી પાસે છુ,
કહ્યુ અમે સપનાઓથી દિલને ફોસલાવ્યા ન કરાય,
કહ્યુ તેણે તમારો પ્રેમ તમને જીવવા નહી દે,
કહ્યુ અમે મરજીવાઓ એ મરવાથી ગભરાયા ન કરાય,
કહ્યુ તેણે સમજી જાઓ, સમજી જાઓ,
કહ્યુ અમે દિવાના ને સમજાવ્યા ન કરાય......

નીશીત જોશી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો