ગુરુવાર, 19 ફેબ્રુઆરી, 2009

આંખોથી એ નીકળ્યા આંશુ

આજ પાછા આંખોથી એ નીકળ્યા આંશુ,
ચુપકેથી અમે પી લિધા આંશુ,
કહેવાની તો ઇચ્છા હતી પણ કહી ન શક્યા,
કેમ પાછા આંખોમા આવ્યા આંશુ......
પોતાની તકદિર પર હસતા રહ્યા હતા અમે હંમેશા,
પાછુ અચાનક આ તે ક્યો ઝુલ્મ વરત્યો,
ઇચ્છા કરવા છતા રોકી ન શક્યા અમે,
અને પાછા આવી ગયા આંશુ......
તમારી યાદોમા રહ્યા રાત દિન,
તમારા માટે કરી અમે દુઆ,
પણ તમારી જ બેરુખીને જોઇને,
આજ પાછા આંખોમા આવ્યા આંશુ.......
' નીશીત જોશી '

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો