ગુરુવાર, 19 ફેબ્રુઆરી, 2009

તમે અમને હમેંશા હમેંશા તમારી પાસે જોશો

જ્યારે તમને લાગે તમારી સાથે કોઇ નથી,
કોઇ તમારા હમદમ નથી તો ત્યારે તે દિવસે પાછા આવજો
તમે અમને તમારી પાસે જોશો

જ્યારે તમને જીન્દગી વિરાન લાગે જ્યારે કોઇ ઉમ્મીદ ન કોઇ આશા હોય
કોઇ પણ ન તમારી સાથે હોય ત્યારે પાછા ફરજો
તમે અમને તમારી પાસે જોશો

જો ક્યારેય યાદ બહુ દુઃખ આપે એકાંન્ત બહુ હેરાન કરે
ત્યારે તમે પાછા ફરજો
તમે અમને તમારી પાસે જોશો

જ્યારે એમ લાગે કે તમે હવે એક પગલુ પણ ચાલી નહી શકો
શમા આગ મા પણ જલી ન શકે
ત્યારે તમે પાછા ફરજો,
તમે અમને તમારી પાસે જોશો

જ્યારે હર શ્વાસ બોજ લાગવા લાગે તમે અંદરમાં જ તુટવા લાગો
ન મળે સહારો કોઇની આહોશનો અને હ્રદયથી કોઇની જરુરત લાગે
ત્યારે તમે પાછા ફરજો
તમે અમને તમારી પાસે જોશો

જ્યારે એ એહસાસ તમને તડપાવા લાગે કે તમે ક્યારેય ઠુકરાવેલા કોઇને
યા પાછુ કોઇ તમને ઠુકરાવે એ દિવસે પાછા ફરજો
તમે અમને તમારી પાસે જોશો

આંખોમા આવી જાય ગર આંશુ અને કોઇ વ્યક્તિ પુછવાવાળી ન હોય
કોઇ ગમ મા ભાગ લેવાવાળુ ન હોય ત્યારે પાછા ફરજો
તમે અમને તમારી પાસે જોશો

કોઇ તોડી દે જો દિલ તમારુ જો ન હોય કોઇ હમદર્દ તમારુ
એકલવાયા નો એહસાસ હેરાન કરે ત્યારે તમે પાછા ફરજો
તમે અમને તમારી પાસે જોશો

આ તો દુઃખ આપે છે હમેંશા યાદો કરે હેરાન જ્યારે
મહફિલ મા પણ એકલુ લાગે પોતાને ત્યારે પાછા ફરજો
તમે અમને તમારી પાસે જોશો

આ મારો વાયદો છે તમને જે પણ મેં કહ્યુ તમને
આ બધુ ન ભુલી શકશો
તમે અમને હમેંશા હમેંશા તમારી પાસે જોશો
"નીશીત જોશી"

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો