ગુરુવાર, 19 ફેબ્રુઆરી, 2009

શા માટે ?

તમારી છબી અમારી આંખોમા વસી છે શા માટે ?
જ્યાં જોઉ ત્યાં બસ તમે જ છો શા માટે ?
તમારી યાદોથી જોડાયેલ છે નસીબ અમારા પણ,
તમને ન પામી શક્યા એ અમારુ નસીબ રીસાયુ શા માટે ?
મને છે ખબર સરળ નથી તમને પામવુ,
તો પણ આ રાહ આ ઇન્તજારી શા માટે ?
વર્ષો વિતી ગયા અમારા એકાંત મા પણ,
અમારી આહોશ ને આજપણ ઇન્તજાર શા માટે?
તમે કહો એની સૌગંધ ચોધાર આંશુ રડુ છુ,
કંઇ નથી બાકી હવે તો પછી આ જીવ બાકી શા માટે ?
પુરી થઇ અમારી આ વાર્તા એક વાત કહી દો પણ,
અંતની ખબર હતી છતા આ પ્રેમ શા માટે ???
'નીશીત જોશી'

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો