ગુરુવાર, 19 ફેબ્રુઆરી, 2009

તમારો આક્રોશ વ્યાજબી છે,
જે જોયુ તે જ તો લખવુ લાજમી છે,
બનાવતા બનાવી એણે આ સૃષ્ટિ,
ન્યાય પણ પુરો જ આપ્યો છે,
કર્મો ના આધારે પામે છે બધા ખોળીયા,
પણ વાત આ ભુલી કર્મો પોતાના બગાડે છે,
આપ્યુ છે બધા ને સરખુ જ દુનીયા મા,
પણ લેતા સૌ ને ક્યાં સરખુ આવડે છે,
જોયો છે ક્યાં કોઇએ ઇશ્વરને અહિ,
જે પણ થાય ઇલ્જામ એને જ અપાય છે,
માનવો કે ન માનવો આ જગત રચૈતા ને,
બધા ની પોતપોતાની માન્યતા છે,
પાપ ના ઘડા પુરા જ્યારે ભરાય દુનિયામા,
ત્યારે એનો અવતાર જરુર થાય છે,
ન કરો આટલો આક્રોશ,અવિશ્વાસ એના પર,
એના આદેશ વગર આટલુ પણ ક્યાં લખાય છે,
નાદાન છીયે આપણે 'નિશિત' નથી સમજતા એને,
માફ કરીને જ માયાળુ આપણને જીવાડે છે.........

‘નીશીત’

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો