ગુરુવાર, 19 ફેબ્રુઆરી, 2009

જીદ તો તમારી વાહ રે વાહ,
શ્વાસ પણ નહી છોડો 'તેના' દર્શન વગર,
પુરી જરુર કરશે મુરાદ,કાલ નથી તેની કિતાબોમા,
રાખજો 'એના' પર ભરોસો કોઇ પણ સંદેહ વગર,
વાત એ જરુર યાદ રાખજો કે,
સ્વીકારજો આપે દર્શન ત્યારે કોઇ પણ ક્ષોબ્ધ વગર,
પ્રમાણ નથી 'તેનુ' કોઇ પણ,
આ પુરો વિષય છે શ્રધ્ધાનો કોઇ પણ અન્ય વગર,
અને હા સાથે એ પણ જાણી લો કે,
રામાયણ-ગીતા પણ લખાયા 'એના' હસ્તાક્ષર વગર,
વિશ્વાસ રાખશો તો 'તે' અત્યારે જ એ... અવતર્યો,
ઝાકો જરા અંતર મા બાહ્યની દૃષ્ટી વગર.........

નીશીત જોશી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો