ગુરુવાર, 19 ફેબ્રુઆરી, 2009

શું ખબર કે ખોટુ લાગશે

શું ખબર કે ખોટુ લાગશે,
થશે બેખયાલ એવુ લાગશે,
ગયા હતા જતન કરવા,
શું ખબર જતન જ યાતના લાગશે,
કહ્યુ કંઇક સમજ્યા કંઇક,
શું ખબર સમજાવવામા ક્યાંય અણસમજ લાગશે,
દર્દ મા ભાગિદાર થવા ગયા,
શું ખબર લાગણી નો અર્થ ઔપચરીકતા લાગશે,
ઇશ્વર નો મુકાબલો કરશે,
શુ ખબર હારેલી બાજી જીત લાગશે,
હશે આત્મવિશ્વાશ મોટો,
શુ ખબર દોસ્તો નો પ્રેમ દગો લાગશે.
"નીશીત જોષી"

1 ટિપ્પણી:

  1. અજ્ઞાત2 મે, 2009 07:21 PM

    શું ખબર જતન જ યાતના લાગશે,
    કહ્યુ કંઇક સમજ્યા કંઇક,
    શું ખબર સમજાવવામા ક્યાંય અણસમજ લાગશે

    જવાબ આપોકાઢી નાખો