ગુરુવાર, 19 ફેબ્રુઆરી, 2009

ત્યારે તમારી યાદ આવે છે

જ્યારે એમજ ક્યારેક બેઠા બેઠા, કંઇક અચાનક યાદ આવી જાય,
બધી વાતોથી હ્રદય ગમગીન હોય, બધી ચીજોથી દિલ ગભરાય જાય,
કરવુ પણ મારે કંઇક બીજુ હોય, કંઇક બીજુ જ મારાથી થઇ જાય,
કંઇક બીજુ જ વીચારતો હોઉ દિલમા, કંઇક બીજુ જ હોઠો પર આવી જાય,
આવી જ કોઇ ક્ષણ મા, ચુપકેથી ક્યારેક ખામોશી મા,
થોડા ફુલો અચાનક ખીલી જાય, થોડી વીતી ક્ષણો યાદ આવી જાય,
ત્યારે તમારી યાદ આવે છે

જ્યારે ચાંદની હ્રદયના આંગણમા, કંઇક કહેવા મને આવી જાય,
એક સ્વપ્ન અડધુ નાનુ કોઇ, એહસાસ મા છવાઇ જાય,
જ્યારે સાંજ પડ્યે ચાલતા ચાલતા, રસ્તો લાંબો થઇ જાય,
થોડુ દર્દ પણ દિલ મા થવા લાગે, અને શ્વાસ પણ ભારી થઇ જાય,
આવી જ કોઇ ક્ષણ મા, ચુપકેથી ક્યારેક ખામોશી મા,
થોડા ફુલો અચાનક ખીલી જાય, થોડી વીતી ક્ષણો યાદ આવી જાય,
ત્યારે તમારી યાદ આવે છે.
'નીશીત જોશી'

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો