ગુરુવાર, 19 ફેબ્રુઆરી, 2009

ક્ષમા માગી પ્રભુ પાસે એ તમારુ મોટાપણુ છે,
નહિંતર અહી ભુલ કરી જાણીને પણ ક્યાં મનાય છે,
આ જગતમા એવુ ઘણુ છે જે જોતા જોવાય છે,
પણ અસમર્થ થઇ માત્ર આપણાથી સહેવાય છે,
પરિણામ તેનુ છે જ જે કરે છે આ બધુ,
સ્વર્ગ-નરક નથી ઉપર અહીં નુ અહીં જ ભોગવાય છે,
અન્યાય, અધર્મ જે કરે છે વિચારતા નથી,
તેઓને પણ સમયન્તરે સજા જરુર થાય છે,
આપણે છીએ માત્ર ઘુળની કણ 'તેની' સામે,
આપણી હોવા છતા ક્યાં અનન્ય શ્રધ્ધા 'તેનામા' રખાય છે,
પ્રાથના કરો 'નિશિત' સદબુધ્ધી આપજે સૌ ને,
જાણતા નથી તેઓ જેનાથી આ બઘુ ભુલથી કરાય છે.
'નીશીત જોશી'

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો