ગુરુવાર, 19 ફેબ્રુઆરી, 2009

મોર પીછું મારુ મુગટ

ગયો મોર ઉડતો, પીછું એનુ પડી ગયુ ,
પડેલુ પીછું, ચોધાર આંશુએ રડતુ થયુ,

રડતા પીછાં ને ઉપાડ્યુ ,મારા શ્યામે,
કહ્યુ રડે છે શા માટે, તને આ શું થયુ,

જીવન જેની સાથે વિતાવ્યુ મે,
વિલાપતા બોલ્યુ ,તે જ આજે મને તરછોડી ગયુ,

આવ્યુ છે મારા શરણે શાનો કરે વીલાપ,
સ્થાન આપુ છુ તને આજ, તુ મારુ મુગટ થયુ.
"નિશીત જોશી"

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો