જનક ના બાગમા ચુટવા ગયા ફુલ પ્રભુ,
ખીલેલા ને હાથમા અને કળીઓ ને માથે મુકતા પ્રભુ,
રહવાયુ નહી કરી હિમ્મત બોલી કળીઓ ,
કેમ કરો છૉ આવો તે અન્યાય બોલો પ્રભુ,
ખીલ્યા નથી તમે હજી પુરા,
ખીલેલાઓ ને લીધા છે હાથમા, બોલ્યા પ્રભુ,
ગુમાન કરશે ખીલેલા જ્યારે, ત્યારે,
ફેકાઇ જશે ક્યાંય પણ, બોલ્યા પ્રભુ,
તમને મળ્યુ છે સ્થાન માથે,
ગુમાનથી દુર રહજો તમે, બોલ્યા પ્રભુ.
"નીશીત જોશી"
ગુરુવાર, 19 ફેબ્રુઆરી, 2009
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો