ગુરુવાર, 19 ફેબ્રુઆરી, 2009

કહો છો મળતા નથી

મળો છો રોજ, કહો છો મળતા નથી,
અવાજ આપીએ છીએ પણ સાંભળતા નથી,
બનતા બની જાય છે કવીતા તમ પર,
પંક્તીઓમાના શબ્દો બેસતા નથી,
પાનખરમા વસંત આવશે તે લખીએ છીએ,
પણ તમારા મન ના પાંદડા હલતા નથી,
પહોચાડે છે કબુતર સંદેશો તમ સુધી,
મળ્યા બાદ પણ તમે વાંચતા નથી,
અદભુત છે પ્રેમ કરવાની રીત તમારી,
કલાકો સાથે વિતવ્યા બાદ પણ કહો છો મળતા નથી.....

નીશીત જોશી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો