ગુરુવાર, 31 ડિસેમ્બર, 2009

HAPPY NEW YEAR



નવો સુરજ ઉગશે કાલે

नया सुरज आयेगा कल

નવી કિરણ આવશે કાલે

नयी किरणे आयेगी कल

જુનુ થશે બધુ જે હતુ

पुराना होगा सब जो था

નવુ જ બધુ થશે કાલે

नया सब कुछ होगा कल

વિસરાશે વિતી પળો

भुलेंगे बिती पले

પ્રતીક્ષા નવા ની રહેશે કાલે

प्रतीक्षा नये का होगा कल

વિદાય થાય છે ૨૦૦૯મુ વર્ષ

बिदाई ले रहा है २००९ का वर्ष

સ્વાગત ૨૦૧૦મુ વર્ષ આવશે કાલે

स्वागत २०१० का वर्ष आयेगा कल

WISH YOU HAPPY & PROSPERIOUS NEW YEAR
નીશીત જોશી

મંગળવાર, 29 ડિસેમ્બર, 2009

અમે તો નવુ કંઇ કરીયે છીએ

પ્રેરણા તમારાથી લઇએ છીએ,
અમે તો નવુ નવુ કંઇ કરીયે છીએ,
પણ આજકાલ તમે પણ રીસાયા,
અમે તો બસ મનાવીયે છીએ,
કહો છો બહુ થયુ હવે,
અમે તો તેમા પણ પ્રેરણા લઈયે છીએ,
મજ્ધાર પર મુકી જતા રહ્યા,
અમે તો એકલા તરતા રહીયે છીએ,
વાંધો નહી, હશે કોઇ મજબુરી,
અમે તો એ પ્રેરણાથી પણ નવુ કરીયે છીએ.

નીશીત જોશી

સોમવાર, 28 ડિસેમ્બર, 2009

अब सिर्फ हसने की बारी है

ना मानना बुरा सुनो अब मेरी बारी है,
कह भी दे कुछ , लग जाये गर कुछ,
ना करना गम, अब सिर्फ हसने की बारी है ।
न थे तुम यंहा तब भी जी तो रहे थे,
गुमसुदा जीन्दगी तब भी बिता तो रहे थे,
अब तो गुलदस्ते को महेकनी बारी है,
आपके हमारे साथ सिर्फ हसने की बारी है ।
मुश्कराते थे हम छुपे थे गम,
रात न जाती थी नीकलते थे दम,
आने से आपके खिलखीलाने की बारी है,
महेफिलमे अब चिरागको सिर्फ हसने की बारी है ।

नीशीत जोशी

રવિવાર, 27 ડિસેમ્બર, 2009

હૈયુ


ધબકતા હૈયા ને જોઇ જુદુ જ વીચારતા હોય છે,
થયો છે એ પાગલ, પ્રેમી, કહી પજવતા હોય છે,
યાદ કરીયે ત્યારે ધબકે, સામે આવે ત્યારે ધબકે,
તમે જ કહો ને ! શું પ્રેમ કરનારનુ હૈયુ હાથે હોય છે,
તેની વાત આવે ત્યારે ધબકે જોરે એ,
કારણ એટલુ જ ‘તેને’ સમર્પીત હૈયુ, તેનામા જ હોય છે ,
હવે ગમે તે કહે લોકો, કહેવા દો તેમને,
હર ધબકારમા હૈયાના, બસ તે જ હોય છે.

નીશીત જોશી

શનિવાર, 26 ડિસેમ્બર, 2009

નવુ દેખાડશે તેઓ


નવા સર્જનને સજાવે છે તેઓ,
આવશે બની નવુ દેખાડશે તેઓ,
વીચારો આવે છે નીત નવા પણ,
સર્જન બની નવો વીચાર દેખાડશે તેઓ,
કહે છે નથી સુજતુ કંઇ પણ, જાણુ છુ,
સુંદર ને અતી સુદંર બનાવશે તેઓ,
કરતા કરતા યત્ન પ્રયત્ન કરશે ઘણા,
પ્રયત્ન કરીને જ સફળતા પામશે તેઓ,
નવા સર્જનને સજાવે છે તેઓ,
આવશે બની નવુ દેખાડશે તેઓ.

નીશીત જોશી

अच्छा जानते है

छोड जाना मजधारमें आप अच्छा जानते है,
किनारे जा कर हसना आप अच्छा जानते है,
लेकिन हम तो वोह हे जानम समजलो,
प्यार में आपके डुबना हम अच्छा जानते है ।

नीशीत जोशी

ગુરુવાર, 24 ડિસેમ્બર, 2009

HAPPY CHRISTMAS


ભુલ


ભુલ ને ભુલ માનીને ભુલી જાવ તેને,
ભુલને નહી ભુલો તો ભુલ નહી ભુલે તેને,
ખોવાય જશે સુધરવાનો મોકો પણ,
ભુલથી પણ આગળ નહી વધી શકો, ભુલો તેને
ભુલી જશો તો નહી પજવે રાતના સપના પણ
નહી કરાવે બીજીવાર ભુલ જો 'નિશિત' ભુલો તેને

નીશીત જોશી

બુધવાર, 23 ડિસેમ્બર, 2009

તેને જ તુ મળે છે


દરીયામા ઉતરવાથી જ મોતી મળે છે
શરણે થાય છે જે તુજ, તેને જ તુ મળે છે
કરી જેણે શંકા કુશંકા તેને ન મળ્યો તુ
હોય શબરી જેવુ ભોળપણ તેને જ તુ મળે છે

નીશીત જોશી

બધાને સમજવા જીવન જોઇએ છે

જીભ ને સ્વાદ જોઇએ છે
સ્વાદ ને ભાવ
ભાવ ને તો સમય જોઇએ છે
સમય ને સંજોગ
સંજોગો ને યોગ
જોગ માટે તો નસીબ જોઇએ છે
અને બધાને સમજવા જીવન જોઇએ છે

નીશીત જોશી

મંગળવાર, 22 ડિસેમ્બર, 2009

એક વાર્તા

વાર્તા છે આ એક નામે 'રસખાન' અફઘાનીસ્થાનના પઠાણ ની,
તેણે સાભળી મહીમા કોઇ પાસે બાંકેબીહારી ની,
ન રહી શક્યો, ઇચ્છા થઈ આવી, ભારત જવાની,
આવી ભારત દર્શન કરવા બાંકેબીહારી ની,
આવ્યો,પહોચ્યો મંદીર,પરવાનગી ન મળી દર્શનની,
ગોસાઈઓ એ રોકી રાખ્યો, પરીક્ષા હતી પ્રેમની,
ન પાછો ગયો, બેસી દરવાજે, સ્મરણ કરે સાંવરીયાની,
વરસાવતો રહ્યો નીર આંખોથી, યાદમા સાંવરીયાની,
વીતી ગઈ રાત, પટ હવે ખુલશે, જોઇશ છબી શ્યામળાની,
જોઇ એક કમાલ, આંગળીઓ નખાય ગઈ મોઢે, ગોસાઇઓની,
દેખાડ્યો ચમત્કાર શ્યામે, પહેરી પહેરવેશ સલવાર, શોભા વધારી અફઘાનીની,
છે આ એક સત્ય ઘટના ચર્ચાય છે બાંકેબીહારીની,
પ્રેમ થાળ જે પીરસે તેના જ બીહારીજી, જય હો બાંકેબીહારીની.
એટલે જ કહેવાય છે ः
प्यार तो प्यार है सीधी सी बात है,
प्रेम कब पुछता है की क्या जात है,
चाहे हिन्दु हो चाहे कोई मुसलमां,
प्रेमी 'रसखान'के सलवारमें जरुर बात है,
बांकेबीहारी ने जो पहेन कर दिखला दिया
समर्पीत प्रेम में दुनीया की हर बात है ।

નીશીત જોશી

'જાહ્નવી અન્તાણી'ના આપેલા વિષય 'આનંદ' પરની એક કોશીશ

ખુશીઓ મળે છે અહી
પણ માને છે કોણ
આનંદ છે ધણો અહી
આપે આનંદ સૌને
બને છે કળીથી ફુલ
આપે સુગંધ સૌને
રાત સુદંર સપના આપે
ચંન્દ્ર શીતળતાનો આનંદ
રવીની પહેલી કિરણ પ્રભાત આપે
મિત્ર આપી સહકાર આપે આનંદ
એકબીજાને અગાઢ પ્રેમ
વધારી ઉત્સાહ આપે આનંદ
ન રડો જીવન છે આંનદ
જીવો અને જીવાડો
લઇ મધુર જીવનનો આંનદ
બધુ ભુલી મનાવો આનંદ
ભલે હોય નજીવો ગમ
નાનો કરી ગમ મનાવો આંનદ
ન વેડફતા સમય મનાવો આંનદ
ચાર દીન મળેલા છે જીવનમા
દુઃખ નીરાશા ભુલી મનાવો આંનદ

'નીશીત જોશી'

સોમવાર, 21 ડિસેમ્બર, 2009

એહસાસ

દર્દ નો એહસાસ વાગેલાને જ હોય
શ્વાસનો એહસાસ લીધેલાને જ હોય

ધબકારનો એહસાસ હૈયાને જ હોય
અણસમજનો એહસાસ સમજણને જ હોય

ભુલનો એહસાસ સુધારનારને જ હોય
મિત્રતાનો એહસાસ મિત્રને જ હોય

નીશીત જોશી

રવિવાર, 20 ડિસેમ્બર, 2009

અમે



કળીથી ફુલ બની ગયા અમે,
ડાળથી પોતાની તુટી ગયા અમે,
મહેકતા રહ્યા બીજાઓ માટે અમે,
પણ પોતાનાઓથી અલગ થઈ ગયા અમે.

નીશીત જોશી

શનિવાર, 19 ડિસેમ્બર, 2009

ગમે છે

ન ગમતી રીત ,તરકીબ ,કરનારનો આંનદ માણવો ગમે છે,
દુશ્મનો સાથે પણ દોસ્તી નીભાવી જાણે, તે દોસ્ત ગમે છે,
નથી રહ્યુ કંઇ આપવા જેવુ આ જગમા કોઇને,
દોસ્તીમા દોસ્તો પાસે તો બધુ લુટાય જવુ ગમે છે.....

નીશીત જોશી

શુક્રવાર, 18 ડિસેમ્બર, 2009

મૌસમ

પાનખર પછી વસંતની મૌસમ આવે છે
પ્રેમમા વિરહ બાદ મીલનની મૌસમ આવે છે
વીચારી વીચારીને મન દુઃખી ના કર 'નિશિત'
હર મૌસમના ગયા બાદ નવી મૌસમ આવે છે

નીશીત જોશી

એ કવીતા

મજા આવી વાંચી એ કવિતા

હતી લાજવાબ શબ્દની એ કવિતા

સંવાદ હતા લાગણી પણ હતી જ

બસ કલમ ચાલી બની એ કવિતા

હ્રદયની ઉર્મીઓ નીકળી હવે બહાર

હુંફના નામે કે વહાલના, બની એ કવિતા

હ્રદયને ઉતારતા રહેજો કાગળ પર

પ્રેમ વિભોરમા કહેજો, બની એ કવિતા

બનતી રહેશે બનાવતા રહેજો

રાહ નીહાળીશુ કહેજો પાછા, બની એ કવીતા......


નીશીત જોશી

બુધવાર, 16 ડિસેમ્બર, 2009


क्या हो ? गर एकतरफ दुनीया सामने हम अकेले रह जायेंगे,
इतना तो एतबार हे प्यार पे, मेरे साथ ही दुनीयावाले हो जायेंगे ।
नीशीत जोशी

મંગળવાર, 15 ડિસેમ્બર, 2009


आज मेरे प्यार के जनुन का ईम्तीहां होगा,
तुम आओगे नफरत से, सामने प्यार भरा दिल होगा ।
नीशीत जोशी

સોમવાર, 14 ડિસેમ્બર, 2009

મુક્તક/ मुक्तक


ना दे सको साथ गर तो कोइ गम नही, पर ना भुलना हमे,
मीले थे कीसी मोड पे इसी यादो से, झहन में रखना हमे ।

नीशीत जोशी

फैसला


आपका फैसला किसीकी जीन्दगी बदल देगा,
प्यार की गरीबी को अमीरी में बदल देगा ।
नीशीत जोशी

રવિવાર, 13 ડિસેમ્બર, 2009

પ્રેમ

અંદર જરા નજર કરી તે મળી ગયા,
હર્શમા જ આંખોને આંસુ મળી ગયા,
જેણે બોલાવ્યા પ્રેમથી તેના થઈ ગયા,
રાધાના તો હતા જ મીરાના પણ થઈ ગયા...!

નીશીત જોશી

असर

ईश्क का हुआ इतना असर है,
हम्हे खुद का भी होश नही है,
आते हे सामने जब वोह मेरे,
उनसे भी बाते करने का होश नही है ।

नीशीत जोशी

શનિવાર, 12 ડિસેમ્બર, 2009

जी करता है


तेरे आचल मे छुपने को जी करता है,
तेरे पहेलु मे सीमटने को जी करता है,
तेरे दिल मे उतरने को जी करता है,
तेरे कमलनयनो मे बसने को जी करता है,
तेरे होठो की हसी बनने को जी करता है,
तेरे चरणो मे सारी उम्र बीताने को जी करता है....

~ नीशीत जोशी ~

શુક્રવાર, 11 ડિસેમ્બર, 2009

અહીંનો હીસાબ અહીંયા જ

આજ નો રંક કાલે રાજા થાય છે,

નાથીયો પણ જુઓ નાથાલાલ થાય છે,

સમજદાર માટે એક ઇશારો ધણો છે,

અહીંનો હીસાબ અહીંયા જ થાય છે...

નીશીત જોશી

ગુરુવાર, 10 ડિસેમ્બર, 2009

ગુન્હેગાર છું હુ

તને જો ન વખાણુ તો ગુન્હેગાર છું હુ,
તને જો ભુલી જાવ તો ગુન્હેગાર છું હુ,
એકવાર તુ પણ મારી ભુલ ને ભુલાવ મનથી,
પછી જો તને ભુલુ તો ગુન્હેગાર છું હુ,
દુનીયાની મોહપાશથી દયાળુ છોડાવ મને,
પછી જો પાછો આવુ તો ગુન્હેગાર છું હુ,
તારા નામનો પ્યાલો પીવડાવી બેભાન તો કર,
પછી જો હોશમા આવુ તો ગુન્હેગાર છું હુ,
માની જવાના ઇરાદાથી તુ રીસાઇ ને તો રહે,
પછી જો તને ન મનાવુ તો ગુન્હેગાર છું હુ.

'નીશીત જોશી'

મંગળવાર, 8 ડિસેમ્બર, 2009

મારો પ્રભુ દોડતો ચાલ્યો આવશે

જરા નજરો થી નજરે મેળવીને તો જો,

જરા તાર સાથે તાર મેળવીને તો જો,

મારો પ્રભુ દોડતો ચાલ્યો આવશે...

જરા તારા અહમ ને હટાવી ને તો જો,

એ દાતા છે તુ ભીખારી બની ને તો જો,

મારો પ્રભુ દોડતો ચાલ્યો આવશે...

નહી હોય તારો પણ હાથ ખાલી તે તો જો,

જરા તારી જોલી ફેલાવીને તો જો,

મારો પ્રભુ દોડતો ચાલ્યો આવશે...

તેને પ્રેમથી બોલાવી ને તો જો,

પ્રેમ ની પરકાષ્ટાએ પહોંચીને તો જો,

મારો પ્રભુ દોડતો ચાલ્યો આવશે...

નીશીત જોશી

સોમવાર, 7 ડિસેમ્બર, 2009

ऐसा नही

ऐसा नही की अच्छे लोग स्वर्ग जाते है,

वोह जहां रहते है स्वर्ग वहीं बनाते है,

ऐसा नही की लोग अमीर ही पैदा होते है,

उनके कर्म ही उन्हे अमीर बनाते है,

ऐसा नही की लोग प्रेमी ही होते है,

आपसका प्रेम ही उन्हे प्रेमी बनाते है ।

नीशीत जोशी

રવિવાર, 6 ડિસેમ્બર, 2009

માનવ બનતા તો શીખો

હે માનવ, પહેલા પ્રેમમા પડતા તો શીખો,

એ પ્રેમમા પડીને સંભાળીને ઉભા થતા તો શીખો,

ચન્દ્રમા મા રહેવાના ખ્વાબને રહેવા દો હાલ,

ઠીકથી આ ધરતી પર ચાલતા તો શીખો,

ચાલવુ એ જીવન છે સમજો નહીતર થશો બેહાલ

માનવ થઈ સાથે રહેતા તો શીખો,

શીખો ના શીખો માનવ થઈ ચાલતા પણ,

બેસહારાઓ નો સહારો બનતા તો શીખો,

ન ભરો ઉડાન ઊચી એટલી આભે,

માનવ બની માનવ બનતા તો શીખો...


નીશીત જોશી
ખબર નથી અમને દીન હોય કે રાતની

પછી ધ્યાન ન રહી શુકન અપશુકનની

સુરજ તો દેખ્યો તમે દિવસે

અમે તો જીવીયે છીએ યાદમા પુર્ણીમાની

ગુજરે છે પળો સુનહેરી ક્ષણો માટે

નીહાળતા જ રહીએ વાટ આપના આવવાની

નીશીત જોશી

શનિવાર, 5 ડિસેમ્બર, 2009

હુ તને પામીશ જ

ક્યારેક તો હુ તને પામીશ જ,
ઓ મારા જન્મો જન્મો ના સજન,
ક્યારેક તો હુ તને પામીશ જ….

તુ છુપાય જા રાધાના મનમા,
મધુવન ની રળયામણી ગુંજનમા,
બની ને હુ ગોપીની વીણા,
તને એકવાર તો નચાવીશ જ,
ક્યારેક તો હુ તને પામીશ જ….

ઓ શ્યામ મોહન મધુસુદન,
ચીત ચોર મુરારી મધુસુદન,
એક પ્રેમ તાંતણે બાંધુ તને,
મનમંદીરમા બેસાડીશ જ,
ક્યારેક તો હુ તને પામીશ જ….

નીશીત જોશી

એક જ છે ઇશ્વર

સવાર પડી બરોબર ઉગ્યો સુરજ

સાંજ પડ્યે બરોબર આથમસે એ સુરજ

ચંદ્રમા પણ આભે દેખાશે રાત થયે

કહેશો કઈ રીતે દીનરાતની થયે રાખે છે ક્રિયા?

કરનાર બીજુ કોઇ નહી એક જ છે ઇશ્વર

હવા દેખાતી નથી છતા વહે છે

ખુશ્બુ જોતુ નથી કોઇ મહેસુસ કરે છે

નાનુ અમથુ બીજ એક વીરાટ વૄક્ષ બને છે

કહેશો કઈ રીતે બને છે આ બધી ક્રિયા?

કરનાર બીજુ કોઇ નહી એક જ છે ઇશ્વર

શ્વાસ તો લઈએ છીએ આપણે

કહેશો બીજો શ્વાસ કોણ આપે છે?

ન આપી શકાય બધી સાબિતી માત્ર માનીલો

આપનાર જીવાડનાર બીજુ કોઇ નહી એક જ છે ઇશ્વર


નીશીત જોશી

ગુરુવાર, 3 ડિસેમ્બર, 2009

એ લાલો


ગોકુળની ગલીઓમા તોડતો માટલીઓ એ નટખટ લાલો,

ચોરીથી ઘરમા ઘુસી ચોરી કરતો એ માખણચોર લાલો,

જમુના કાંઠેથી ચુપકેથી ચીર ચોરતો એ બદમાશ લાલો,

ગોપીઓ સાથે મનમોહક રાસ રમતો એ ચીતચોર લાલો,

વાંસળી વગાડી તાલે નચાવતો એ મુરલીમનોહર લાલો,

રાધાને પ્રેમવશ કરનાર તેનો એ હ્રદયમા વસનાર લાલો,

ગોકુળની ગલીઓ ગલીઓ ની રજ રજ મા રહેનારો એ લાલો,

સૌના દિલમા રહેતો સૌનો એ લાડકવાયો કુંજબીહારી લાલો.

નીશીત જોશી

બુધવાર, 2 ડિસેમ્બર, 2009

તમારા વગર

ઘણુ જોયુ ઘણુ ભોગવ્યુ તમારા વગર,

રહ્યા કેમ હશુ અમે તમારા વગર?

નથી શબ્દો વર્ણવા માટેના અમારી પાસે,

પણ કપરો સમય હતો એ તમારા વગર....

પીડા છુપાવી અમે દુનીયાથી હસતા હસતા,

ચાડી ફુકી આંખોએ, હસતા હતા તમારા વગર....

નીશીત જોશી

બુધવાર, 30 સપ્ટેમ્બર, 2009

મારી માં


શિવ રૂપે કે શક્તિ રૂપે તુ તો છે મારી માં
બાળક છીએ તુજના ખોળે રમાડ મારી માં
તુ અભયપદ દાયીની છે મારી માં
ચરણે આરોટવા દે હવે મારી માં
માર્યા તે ચંડ્મુંડ જેવાઓ ને મારી માં
કરી નાશ તેને પણ આપ્યો છે મોક્ષ મારી માં
નથી કરી ભલે ભક્તિ મે તારી મારી માં
માફ કરી લાડલાઓમા ગણતરી કર મારી માં
ગરબો લીધો છે તારા નામનો મારી માં
નવલા નોરતામા રમવા આવ મારી માં

નીશીત જોશી

સોમવાર, 21 સપ્ટેમ્બર, 2009

આંખોથી


શા માટે વહાવ્યા મોતીઓ આંખોથી
અટકેલાને બહાર કાઢ્યા આંખોથી
મળવાના તો હતા જ તમોને અમે
શા માટે ધોધ વરસાવ્યો આંખોથી
ન કર્યો વિશ્વાસ સ્વ- હ્રદયનો પણ
નજર તો કરવી હતી હ્રદયની આંખોથી
આભ અને ધરતી નુ મીલન હોય જ છે
દેખાડીશુ ક્ષતીજની પાર અમારી આંખોથી
કર્યો છે પ્રેમ તો નીભાવજો સદા
વિરહ વેદના ચોરી લઈશુ આપની આંખોથી


નીશીત જોશી

રવિવાર, 20 સપ્ટેમ્બર, 2009

वही मेरी राधारानी के शरण है


आज लीला एक नयी देखी है,

प्यार के पथ की नई दिशा देखी है,

कहते है जीसे विष्णु दुनीया,

बने सब के पालनहार वोह है,

जो है महाविष्णु भ्रमांड में

कहलाते नारायण इस जगमें है,

जीनके शरण जग सारा पडा है,

वही मेरी राधारानी के शरण है ।


नीशीत जोशी

શા માટે કરીયે

વફા જ જ્યારે ન ગમે તેવી વફા શા માટે કરીયે
દુઆ જ્યારે આકાશે ન પહોંચે તેવી દુઆ શા માટે કરીયે

પેલી દિવાનીના સપના રાતદિન જોઇયે રાખીયે
નસીબમા જો સપના જ હોય તો મળવાની ઇચ્છા શા માટે કરીયે

દિલની હરએક ધડકન તેને દુઆ આપે હર ધડી
તેઓ સાંભળ્યુ ને અણસાંભળ્યુ કરે તો પ્રેમએકરાર શા માટે કરીયે

તેની યાદ તડપાવશે જીવનભર આ રીતે જ
સારૂ તો એ છે ભુલી જાવ 'નિશિત' ધાવ ને નાસુર શા માટે કરીયે

નીશીત જોશી

શુક્રવાર, 18 સપ્ટેમ્બર, 2009





ગુરુવાર, 17 સપ્ટેમ્બર, 2009

કહેવા માટે તો આભ ઉપાડેલુ છે લોકોએ

હાથોમા પોતાના જ શરીર ઉપાડ્યા છે લોકોએ
ચહેરા પર કેટલા ચહેરા લાગાડેલા છે લોકોએ
આંખોમા છે મજબુરી, છે મુશ્કાન હોઠો પર
હ્રદયમા કેટલાય દુઃખો છુપાવેલા છે લોકોએ
માણસોના હકની વાત અહીં કોણ કરે
કહેવા માટે તો આભ ઉપાડેલુ છે લોકોએ
ગભરાયેલુ છે શહેર પક્ષીઓ પણ છે ડરેલા
હાલતથી નજરો છુપાવી રાખી છે લોકોએ
ગામડુ હોય કે શહેર લોહીથી ડુબેલી છે નદી
તલવારને પોતાના હાથોમા ઉપાડેલી છે લોકોએ
કંઇક તો કરો કે થાય રોશની અહી
ઘેટાઓની ભીડને જ પોતાની માની છે લોકોએ

નીશીત જોશી

બુધવાર, 16 સપ્ટેમ્બર, 2009

ढुंढते थे धर मीला आसीयाना



किसने कहा हम छोड के चले गये,

हम तो आपके दिलमे उतर गये,

जरा नजर करो देखो सर जुकाके,

दिख जायेंगे आपको हम कहां गये,

ढुंढते थे धर इस जहां मे निशित अबतक,

मीला आसीयाना और हम बस गये ।


नीशीत जोशी

મંગળવાર, 15 સપ્ટેમ્બર, 2009

ગમતી ચીજો તો સૌને મળે

ગમતી ચીજો તો સૌને મળે
ન ગમે તેનો આનદ લેવો જીંદગી છે
ગમતુ કામ કરવુ સૌને ગમે
ન ગમતુ કામ કરી આંનદ લેવો જીંદગી છે
માનતા હોય તે સૌ ને ગમે
ન માને ત્યાં રહી આંનદ લેવો જીંદગી છે
દોસ્તોને ત્યા જવુ સૌને ગમે
દુશ્મનો ના ધરે આંનદ લેવો જીંદગી છે

નીશીત જોશી

શુક્રવાર, 11 સપ્ટેમ્બર, 2009

તુ આવે

આવે તુ ત્યારે હવામા ખુશ્બુ આવે

બાગોમા તો જાણે વસંત આવે

ચંદ્રમા ને જાણે પુર્ણિમા આવે

આભને જાણે આભા આવે

સવાર ને જાણે મહેક આવે

ન પુછજે મને તારામા શું આવે?

કારણ તુ મને જ તો મળવા આવે


નીશીત જોશી

ગુરુવાર, 10 સપ્ટેમ્બર, 2009

बाते बहोत छोटी लगती है

देखा मैने, कभी कभी बाते बहोत छोटी लगती है

मगर वही बाते कभी कभी बहोतही बडी लगती है

दिल के जख्मो को मल्हम लगाया हमने

पर जख्मो की नीकली आह नासूर लगती है

आने का इन्तजार था ना आये वो पर आयी याद

आने भी न दी पुरी यादे ,रात भी तो अब जाती लगती है

सुना था बाते करना अच्छा लगता है उन्हे

करने बैठे बाते तो दोस्तो को फरियाद लगती है


नीशीत जोशी

બુધવાર, 9 સપ્ટેમ્બર, 2009

બાપ કરતા બેટો સવાયો થયો

બાપ કરતા બેટો સવાયો થયો

બાપ બેઠો બેટો ભાગતો થયો....

બાપ કરતા બેટો સવાયો થયો


ચલાવતો સાયકલ બાપ

હવે બેટો લોનપર ગાડી ચલાવતો થયો...

બાપ કરતા બેટો સવાયો થયો


લખતો બાપ પોસ્ટકાર્ડમા પત્ર

હવે બેટો ઇમેલ કરતો થયો....

બાપ કરતા બેટો સવાયો થયો


બાપ ઉભો રહેતો ટ્રંકકોલની લાયનમાં

બેટો તો મોબાઇલમા વાતો કરતો થયો....

બાપ કરતા બેટો સવાયો થયો


બાપ ગભરાતો છોકરીઓ જોઇને

બેટો તો છોકરીઓને ગભરાવતો થયો....

બાપ કરતા બેટો સવાયો થયો


ઇજ્જત કરતો બાપ તેના બાપની

હવે તો બેટો બાપને જ વઢતો થયો....

બાપ કરતા બેટો સવાયો થયો


પછેડી જોઇ ખર્ચ કરતો બાપ

બેટો ઉધાર કરી ક્રેડીટ્કાર્ડ વાપરતો થયો....

બાપ કરતા બેટો સવાયો થયો


ન સમજાયુ નિશિત મને સમજાવજો કોઇ

આવી સરસ કહેવતનો દુરઉપયોગ થયો....

બાપ કરતા બેટો સવાયો થયો



નીશીત જોશી

પોતાના કામથી ન ભાગવુ

વરસાદ નુ કામ છે વરસવુ

પવન નુ કામ છે ફુકાવુ

નદી નુ કામ છે વહેવુ

ભુમી નુ કામ છે ઉપજાવવુ

ફુલો નુ કામ સુગંધ ફેલાવવુ

મોસમ નુ કામ છે બદલાવવુ

પણ માણસને કેમ સમાજાવવુ

પોતાના કામથી ન ભાગવુ


નીશીત જોશી

મંગળવાર, 8 સપ્ટેમ્બર, 2009

मत कहेना प्यारमें तो यह होते रहेता है


भुलते वह है जीसे कोइ याद आता है,
पर कैसे भुले उसे जो दिलमें ही रहेता है,
आंखे तो छलक ही जायेगी यादमें उसके,
यादमें उनकी यह दिल बैचेन जो रहेता है,
ईन्तजारभी खत्म होगा एक दीन जहांमे,
राहके पथ्थरभी तो गुमसुदा होते रहेता है,
न छोडना हाथ आने पे उसके जो आये पास,
यह मत कहेना प्यारमें तो यह होते रहेता है ।

नीशीत जोशी

મારો પડછાયો જ શોધવા નીકળ્યો મને

હાલરડા ગાવા લાગી નીદર મને
તારી યાદ આવી રડાવવા મને
સૌને કહી દો એકલવાયો થયો છુ હુ
આવી જાય હવે અજમાવવા મને
ગુસ્સામા પણ રહે છે ઠંડુ લોહી
ન જાણે આ શું થઇ ગયુ છે હવે મને
તો શું સાચે જ ખોવાય ગયો છું ક્યાંક
મારો પડછાયો જ શોધવા નીકળ્યો મને
વર્ષો જુની વાર્તા છું હું કોઇ
ભુલાવી દો હવે ‘એ દુનીયા’ મને
હવે તો ઠરવા લાગ્યો છું નિશિત
જલાવ્યો છે પ્રેમ-સમીરે જ મને

નીશીત જોશી

શનિવાર, 5 સપ્ટેમ્બર, 2009

હશે સાથ તારો પાછો નહી પડુ ક્યારેય હું

જોડતો રહ્યો તુટેલા કાચના ટુકડા
કોશીશ છતાં ન જોડી શક્યો ક્યારેય હું
જોયુ આરીસામા જ્યારે પણ
ના ઓળખી શક્યો પોતાને ક્યારેય હું
અપુર્ણતા ના સપના સેવતો બેઠો
જાણુ છુ મંજીલને નહી પામુ ક્યારેય હું
હવે ફક્ત તારો છે આસરો મને
હશે સાથ તારો પાછો નહી પડુ ક્યારેય હું

નીશીત જોશી

શુક્રવાર, 4 સપ્ટેમ્બર, 2009

चल कही अब दुर तुजे ले जाये

चल कही अब दुर तुजे ले जाये

इस जहां से उस जहां ले जाये

ना होगी कोइ जुस्तजु

ना रहेगी कोइ आरजु

तुम और मै की दुनीया मे ले जाये

चल कही अब दुर तुजे ले जाये

ना होगी नफरते वहां

ना होगी कोइ झंजटे वहां

प्रेम के देशमे तुजे ले जाये

चल कही अब दुर तुजे ले जाये

तुम होगे और में बस वहां

करेंगे गुफ्तगु हम बस वहां

इस चमनसे पार तुजे ले जाये

चल कही अब दुर तुजे ले जाये


नीशीत जोशी

ΨΨΨΨΨΨઅંબાનો જયકાર બોલો અંબે અંબે - મા ભવાની માત બોલો અંબે અંબેΨΨΨΨΨΨ

ગબ્બર ના ગોખ વાળી
ચાચર ના ચોક વાળી
મા અંબા તુ શેરોવાળી મા અંબા તુ શેરો વાળી
છોરુઓને રમાડનારી
ભુખ્યાને પેટ ભરાવનારી
સૌ પર દયા વરસાવનારી મા અંબા તુ શેરોવાળી
આંધળાઓને દ્રષ્ટી આપનારી
દારીદ્ર ના દુઃખ દુર કરનારી
મજધાર થી ઉગારનારી મા અંબા તુ શેરોવાળી
જયકાર નો સાદ સાંભળનારી
કામ સૌના પાર પાડનારી
આ શ્રૂષ્ટીની પાલનહારી મા અંબા તુ શેરોવાળી
નીશીત ને હરધડી ઉગારનારી
ભક્તી અને શક્તી તુ આપનારી
ચરણોમા તુ રાખનારી મા અંબા તુ શેરોવાળી

નીશીત જોશી

ΨΨજે ચડે ગબ્બર એ થાય જબ્બરΨΨ
ΨΨજય અંબેΨΨ

ગુરુવાર, 3 સપ્ટેમ્બર, 2009

આ દુનીયા છે

દગાઓ થી ભરેલુ આ જીવન છે
અને તાળીઓ વગાડતી આ દુનીયા છે
પુછ્યુ જીન્દગીને શું છે જીન્દગી
જીન્દગી કહે સપનાની આ દુનીયા છે
ખુશીઓ હશે લાખો અહી પણ
મારી તો ઉદાસીની આ દુનિયા છે
મળ્યા ઘણા બધા ખુશીમા મને પણ
મનમા ભરેલી નફરત એવી આ દુનીયા છે
કરવો છે પ્રેમ જાણતા નથી શું છે પ્રેમ
પ્રેમમા વિયોગની જ તો આ દુનીયા છે
કરે જેને એક ક્ષણ પ્રેમ બીજી ક્ષણે ભુલાવે છે
આવી બધી રમતોની જ તો આ દુનીયા છે

નીશીત જોશી

બુધવાર, 2 સપ્ટેમ્બર, 2009

हम न आयेंगे

कह दो हमे तो हम चले जायेंगे,
फिर कभी तुम्हे सताने न आयेंगे,
गिले सिकवे सब साथ ले जायेंगे,
बताने तुम्हे कभी हम न आयेंगे,
हसते हुए तुम्हे छोड जायेंगे,
अश्रु ले आंखोमें हम न आयेंगे,
खुशीया सारी तुम्हे दे जायेंगे,
गम दिखाने कभी हम न आयेंगे,
बस यादे हमारी तुम्हे दे जायेंगे,
सिर्फ ख्वाबमें तुम्हारे हम आयेंगे |

नीशीत जोशी

રવિવાર, 30 ઑગસ્ટ, 2009

खयाल आया

आप को देखा तो यह खयाल आया,
सोते सोते आपका हसीन ख्वाब आया,

काले काले नयन कजरारेने मारे तीर,
उस तीर लगने से दिल को सुकुन आया,

काले घने बाल देखा तो यह खयाल आया,
वोह आसमां के घने बादलो का खयाल आया,

आपके मदहोश गुलाबी गालो का क्या कहेना,
बागो की गुलाब की कली का खयाल आया,

आपके नसीले होठो से चड गया नशा,
इन्द्र की मदिराके प्याला का खयाल आया,

बनाया है आपको कुदरतने बडे ही फुरसत से,
इश्वर के लाजवाब करिश्मे का खयाल आया |

नीशीत जोशी

અભાવ થી બદલાતા સ્વભાવ જોયા

અભાવ થી બદલાતા સ્વભાવ જોયા,
પોતાના ને થતા પારકા જોયા,
ભાઇ ભાઇઓ ના ઝગડાઓ જોયા,
પત્ની ના રુપ બદલાતા જોયા,
બાળકો ના બદલાયેલા બોલ જોયા,
મિત્રો ના મોહરા બદલાતા જોયા,
હંમેશા સાથે રહનારાના મોઢા ફરતા જોયા,
કામકરનારઓ ના મોઢા ચડેલા જોયા,
અભાવ જ છે આના મુળભત કારણ 'નીશીત',
જેનેથી માણસો ના સ્વભાવ બદલાતા જોયા......

' નીશીત જોશી '

ગુરુવાર, 27 ઑગસ્ટ, 2009

वोह छुपाते है

कहते है खुद की सबके दिलो को चुराते है,

मगर देखा हमने वोह अपना गम छुपाते है,

बारीस में चलना उसे पसंन्द है बहोत,

दरअसल बारीसमें अपने अश्क छूपाते है,

बाते करना हसना हसाना आदत है उनकी,

असलमें वोह अपनी पुरानी यादे छुपाते है ।

नीशीत जोशी

બુધવાર, 26 ઑગસ્ટ, 2009

એ સંભવ નથી



તુ ચીત ચોરે કે ચીર મારા,
હુ જમુના તટે ન આવુ એ સંભવ નથી.
હુ પ્રિય તારી તુ પ્રિયતમ મારો,
દિલ કોઇ બીજાને આપુ એ સંભવ નથી.
તુ આંખોથી આંખો મેળવી રાખ,
હુ મારી પલક નમાવુ એ સંભવ નથી.
તુ માળી મારો હુ કળી છુ તારી,
તો પણ ન જો ખીલુ એ સંભવ નથી.
તુ વાંસળી વગાડી નચાવ મને,
પગે ધુધરૂ ન બાંધુ એ સંભવ નથી.
તુ વાંસળી વગાડી કરે ઇશારો,
હુ મધુવન ન આવુ એ સંભવ નથી.
તુ રહે સાથો સાથ મારી,
હુ દુનીયાની ભીડમા ખોવાવ એ સંભવ નથી.
તુ તારણહાર છો મારો,
હુ દરીયામા ડુબી જાવ એ સંભવ નથી.

નીશીત જોશી

મંગળવાર, 25 ઑગસ્ટ, 2009

પહેલો જ પ્યાલો એવો પીધો છે

એવુ તે પીવાડાવ્યુ કે ફના થઈ ગયા અમે,

હતા જે મનસુબા બાકી હવે ભુલી ગયા અમે,

ન રહ્યા કોઇ કામના આ જગ માટે હવે,

જ્યારથી તારા દર ના મહેમાન બની ગયા અમે,

આ સોદો એવો છે જે દિલની સમજમાં જ આવે,

ધુંટડો ભરી જુઓ આપમેળે, અનુભવ કરી ગયા અમે,

ઇચ્છા હજી છે કે પ્યાલા ભરી ભરી પીયે,

ના કહેતો નહી તુ હવે હા પાડી ગયા અમે,

પહેલો જ પ્યાલો એવો પીધો છે અમે,

બધી અક્કલ હોશીયારી ભુલી ગયા અમે.

નીશીત જોશી

રવિવાર, 23 ઑગસ્ટ, 2009

પ્રેમની એ પણ તો રીત છે

શરતો મુકવી એ પણ તો પ્રેમ કરવાની રીત છે

જીતીને હારી જવુ શરતોમાં એ પણ તો રીત છે

ચાહવુ કોઇને એ કોઇ ગંભીર વાત નથી

એક બીજામા જીવી જવાની આ પણ તો રીત છે

માન્યુ નથી થતા ભેગા આકાશ અને ધરતી

પણ મળે છે ક્ષિતીજે તેઓ એ પણ તો રીત છે

પ્રેમમા થયેલી વાત નથી રહેતી ખાનગી

પરિણયમા ફેરવાયેલ પ્રેમ એ પણ તો રીત છે

નીશીત જોશી

શુ થશે

તેજ નજરોથી સતાવ્યો હવે ધાયલ હ્રદયનુ શું થશે,

ધાવ લાગ્યા હોય જો મલ્હમથી, એ ધાવોના મલ્હમનુ શુ થશે,

પરદો હજી હટ્યો નથી છતા આ દિલ બૈચેન આમ કેમ ફરે,

દિલના દરવાજા ખુલશે જ્યારે એ સમયે પ્રતીભાવ શુ થશે,

આ પ્રેમરમત કોઇ ખેલ નથી આ આગનુ ઠરવુ મુશ્કેલ છે,

જે આગ લગાવી હોય આંશુઓએ એ આગનો પ્રભાવ શુ થશે.

નીશીત જોશી

हमसे दुर हो गये

जरासा उलज क्या गये वोह हमसे दुर हो गये

खता क्या थी न बताया बस हमसे दुर हो गये

ना रास आयी होगी दोस्ती हमारी शायद उन्हे

चार दीन बात कर आज हमसे दुर हो गये

ना बचा हो कुछ कहेनेको हम्हे उसे शायद

कुछ अच्छा सोच कर ही हमसे दुर हो गये

खुद तो गये अपने लिखे खत भी साथ ले गये

ना छोडी कोइ खत की याद बस हमसे दुर हो गये

नीशीत जोशी

મંગળવાર, 18 ઑગસ્ટ, 2009

બનાવીલે હવે તો બસ ફક્ત તારો.



તુ તો છે ત્રીલોકી નો નાથ કેમ ન બન્યો મારો,
કર્યા છે ઉપકાર જગતમા, મહીમા છે બસ તારો,

દરીયાએ મા પાર્વતીને માર્યુ મેણુ , બનાવ્યો તેને ખારો,
ધ્રુવની ભક્તી જોઇ બનાવ્યો તેને આભનો તારો,

બનાવી શીલામાથી નારી, બનાવી કુબળીને રૂપાળી,
સ્વીકારી હુંડી નરસૈયાની, બનાવ્યો ભોજાભગતને તારો,

મારા નાથ છુ હું ,એક જગની મોહમાયામા ફસનારો,
દયા કર દાસ પર, બનાવીલે હવે તો બસ ફક્ત તારો.

નીશીત જોશી

સોમવાર, 17 ઑગસ્ટ, 2009

बोलेगा जब दिल तुमसे

मुश्करा दोगे तुम, गुनगुनानेको बोलेगा जब दिल तुमसे

दिलका आलम न कह पाओगे तुम अब किसीसे
इलाज वंही हो जायेगा, दर्द जो पाओगे किसीसे
हरदम आयेंगे याद , प्यार जो करते रहेगा तुमसे
मुश्करा दोगे तुम, गुनगुनानेको बोलेगा जब दिल तुमसे

लुटा के सब खुशीया खुश रहोगे तुम यहां
जगमे न रहेगे कोइ गम तुम जो हो यहां
बांटते फिरोगे सबको हसी, जो दिल लगायेगा तुमसे
मुश्करा दोगे तुम, गुनगुनानेको बोलेगा जब दिल तुमसे

नीशीत जोशी

ક્યારેક



દુર રહી ને પણ નજર પાસે એ આવે છે ક્યારેક
પ્રેમમા મૌન રહી ને પણ પ્રેમએકરાર કરે છે ક્યારેક
સાંજ પડ્યે ફુલોની જેમ ક્યારેક મહેકે છે શ્વાસોમા
અને પરી બનીને સપના સજાવે છે ક્યારેક
જ્યારે પણ આરીસો જોવ આંખોમા
ખુબસુરત ચહેરો સામે દેખાય આવે છે ક્યારેક
એ તો વહે છે રાધા બનીને મનમા
શ્યામ દિવાની મીરા દેખાય જાય છે ક્યારેક
સમજી જશે મારી વાતો મારી ગઝલોમા
વાતો એવી પણ હ્રદયને ફોસલાવે છે ક્યારેક
વીચારૂ છુ કહી પડુ કે પામવા છે તમને
ખોવાય જવાના ડરથી હોઠ થરથરે છે ક્યારેક

નીશીત જોશી

રવિવાર, 16 ઑગસ્ટ, 2009

એ જ તો મારી પળો છે

હસ્યા હતા એ જ તો મારી પળો છે
વીસરાય કેમ ક્ષણો એ જ તો મારી પળો છે
હસાવવા જતા હતા જ્યારે ઉદાસ દિલોને
રડવાનુ ભુલી જતા એવી મારી પળો છે
મળતાની સાથે આપીયે છીએ બધા હક્કો
જીવાડે છે એ જ તો સંબધોની પળૉ છે
શું આપી શકવાના કોઇને નવુજીવન
ધુળ માત્ર છીએ નિશિત આ જેની પળો છે

નીશીત જોશી

શનિવાર, 15 ઑગસ્ટ, 2009


जख्म खुरेच कर लहू नीकालते है

वही जख्म ताउम्र नासूर बनते है

कांटो के जख्म तो फिरभी भरते है

फुलोने दिये जख्म नासूर बनते है

धोका है बहार आनेका इन्तजार करते है

मौसमके धोके के जख्म नासूर बनते है

चौदवी का चांद कहने से क्या होता है

पुर्नीमाके चांदके जख्म नासूर बनते है

लहू से खत लीखने से न कोइ फायदा है

न पाये जवाबके जख्म नासूर बनते है


नीशीत जोशी

પોતાનામા બધાને સમાવીને તો જો

મસ્તોની દુનીયામા આવીને તો જો
જરા પોતાનુ અસ્તિત્વ ભુલાવીને તો જો
ભુલાય જશે માયા આ જગની બધી
જરા પોતાના પણ ગીતો ગાઇને તો જો
બેઠેલો જ છે હ્રદયમા સૌનો પ્રેમી
જરા પોતાના માથાને નમાવીને તો જો
લહેરો જ બની જશે કીનારા પાછી
તોફાનોથી જરા સામનો કરીને તો જો
ખુલી જશે પાછો ખજાનો આંનદનો
પોતાનામા બધાને સમાવીને તો જો

નીશીત જોશી

अपने में सबको रमा के तो देखो

मस्तोकी दुनीयां में आके तो देखो
जरा खुदी अपनी मिटाके तो देखो
भुलोगे माया यह जगकी सभी
जरा गीत अपनेभी गा के तो देखो
बैठा है दिलमें सब का प्रेमी
जरा सिरको अपने जुका के तो देखो
लहेरेंभी बन जायेगी फिर कीनारा
तूंफा से जरा टकरा के तो देखो
खुलेंगे खजाने आनन्द के फिर
अपने में सबको रमा के तो देखो ।
नीशीत जोशी

શુક્રવાર, 14 ઑગસ્ટ, 2009

स्वाधीनता क्या यही है बापु?



थी वोह देश के लीये लडायी बापु
आज है खुरशी के लीये लडायी बापु
था वह देश प्रेम लोगो में बेहद उस वक्त बापु
ढुंढने से एक नेताभी नही मीलेगा इस वक्त बापु
सरकार के विरोध में न बोल सकता था कोइ बापु
आज क्या विरोध में बोल सकता है कोइ बापु
जनता बेचारी पीसती थी उस वक्तभी देशमें बापु
दशा आज वही है पीसती है महेंगाइ के भेशमें बापु
तीरंगा की कदर थी आजादी के संग्राममें बापु
एक कपडा का टुकडा बना है फैशनके संग्राममें बापु
यही होगी स्वाधीनता न सोचा होगा कभी बापु
पराधीनता का स्वांग सजे आज स्वाधीनता है बापु

नीशीत जोशी

ગુરુવાર, 13 ઑગસ્ટ, 2009

जय कनैयालाल की


नंद घर आंनन्द भयो जय कनैयालाल की
हाथी घॉडा पालकी जय कनैयालाल की
जसोदा को लालो भयो जय कनैयालाल की
गोकुल को राजदुलारो जय कनैयालाल की
गौअन को आयो रखवालो जय कनैयालाल की
ढोल म्रुदंग जोर बजाओ जय कनैयालाल की
मेरो तेरो सबको प्यारो जय कनैयालाल की
सोते को जगानेवालो जय कनैयालाल की
रूठे को मनानेवालो जय कनैयालाल की
भक्तो के दुःख हरनेवालो जय कनैयालाल की
मोर पंख मुकुटवालो जय कनैयालाल की
घर घर आंनन्द भयो जय कनैयालाल की
नाचो गाओ मौज मनाओ जय कनैयालाल की
मख्खन मिस्री खुब खीलाओ जय कनैयालाल की
नीशीत देखो हुओ मतवालो जय कनैयालाल की
नंद घर आंनन्द भयो जय कनैयालाल की

नीशीत जोशी

શ્રીકૃષ્ણ: શરણં મમ:

શ્રીકૃષ્ણ: શરણં મમ:… શ્રીકૃષ્ણ: શરણં મમ:
શ્રીકૃષ્ણ: શરણં મમ:… શ્રીકૃષ્ણ: શરણં મમ:

કદંબ કેરી ડાળો બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
જનુમા કેરી પાળો બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
વ્રજ ચોર્યાશી કોશ બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
કુંડ કુંડની સીડીઓ બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:


કમલ કમલ પર મધુકર બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
ડાળ ડાળ પર પક્ષી બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
વ્રંદાવનના વૃક્ષો બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
ગોકુળિયાની ગાયો બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:

કુંજ કુંજ વન ઉપવન બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
વ્રજભુમિના રજકણ બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
રાસ રમંતી ગોપી બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
ધેનુ ચરાવતા ગોપો બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:

વાજા ને તબલામાં બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
શરણાઇ ને તંબૂરમા બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
ન્રુત્ય કરંતી નારી બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
કેસર કેરી ક્યારી બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:

આકાશે પાતાળે બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
ચૌદ લોક બ્રહ્માંડે બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
ચન્દ્ર સરોવર ચોકે બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
પત્ર પત્ર શાખાએ બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:

આંબો લીંબુ ને જાંબુ બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
વનસ્પતિ હરિયાળી બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
જતીપુરાના લોકો બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
મથુરાજી ના ચોબા બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:

ગોવર્ધનના શિખરે બોલેશ્રીકૃષ્ણ: શરણં મમ:
ગલી ગલી ——– બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
વેણુ સ્વરસંગીતે બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
કળા કરંતા મોર બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:

કુલિન કન્દરા મધુકર બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
શ્રી યમુનાજીની લહેરો બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
આંબા ડાળે કોયલ બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
તુલસીજી ના ક્યારા બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:

સર્વ જગતમાં વ્યાપક બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
વિરહી જનનાં હૈયા બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
કૃષણ વિયોગે આતુર બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
વલ્લભી વૈષ્ણવ સર્વે બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:

મધુર વિણા વાજિંત્રો બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
કુમુદિની તરુવરમાં બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
ચન્દ્ર સૂર્ય આકાશેબોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
તારલિયાના મંડળ બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:

અષ્ટ પ્રહર આનંદે બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
રોમ રોમવ્યાકુળ થઇ બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
મહામંત્ર મનમાંહે બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
જુગલ ચરણ અનુરાગે બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:

--------------------
જન્માષ્ટમી ના સુઅવસરે મનગમતુ ગીત

મુક્યુ છે આશા છે આપ સૌને પણ બહુ ગમશે.

આપ સૌને મારા જય શ્રીકૃષ્ણ:

HAPPY JANMASTAMI

બુધવાર, 12 ઑગસ્ટ, 2009

ભીનાશ માટીમા આજ નથી

બધા માટીના જ બન્યા માનવી અહી
ભીનાશ માટીમા આજ નથી રહી અહી
હોત જો ભીનાશ માટીમા સ્નેહની
ન બનત આમ નીશ્ઠુર માનવી અહી
હોત જો ભીનાશ માટીમા પ્રેમની
ન બનત આમ હવસી માનવી અહી
હોત જો ભીનાશ માટીમા દયાની
ન બનત આમ ક્રુર માનવી અહીં
હોત જો ભીનાશ માટીમા માયાની
ન બનત આમ સ્વાર્થી માનવી અહીં

નીશીત જોશી

મંગળવાર, 11 ઑગસ્ટ, 2009

એ શું છે


કોઇને જે કામ ન આવે એ જીંદગી શું છે
ભેગા ન થાય જો હાથ એ પ્રાથના શું છે

ફક્ત વાતોથી દલીલો કરી વાત બનતી નથી
વજન જે વાતમા ન હોય તે વાત શું છે

ઉંચા આલિશાન મહેલોમા જે રહે છે લોકો
એ શું સમજે ગરીબો ની ગરીબી શું છે

અર્ધનગ્ન શરીર ખાલી પેટને મજબુર છે જે
ધ્યાનથી વિચારો એ પણ જીન્દગી શું છે

મોજ-મસ્તી માટે મિત્રો હશે હજારો પણ
ખરાસમયે જે કામ ન આવે એ મિત્રતા શું છે

અમન શાંતી ને જે જગ્યાએ સ્થાન ન હોય
ઘર નથી જ ' નિશિત' એ શહેર શું છે

નીશીત જોશી

आज वो हसते है

आज वो हसते है मेरी दास्तां सुन कर
हम रोते है उनकी दिल्लगी देख कर
रहेनुमा बना दिया जब आपको हमारा
ठुकरा रहे हो अब हमारी मजबुरी देख कर
डाल कंधे पे हाथ चले थे एक ही राह पर
आज मुह फेर लेते हो निशित सामने देख कर

'नीशीत जोशी'

સોમવાર, 10 ઑગસ્ટ, 2009

શબ્દ

કમાન થી નીકળેલ તિર કરતા પણ શબ્દો ના બાણથી હ્ર્દય વીંધાય છે
જલતી અગ્ની કરતા પણ શબ્દોની એક જ્યોત જ્વાલા બનાવાય છે

મુર્દા ઇન્સાનમા જીવ પુરી શકાય છે શબ્દો થી
રોતા માણસને પણ શબ્દોથી હસતો રખાય છે

બહુ સાંચવી ને વાપરવા જેવી ચીજ આ શબ્દ
શબ્દથી જ કોઇની ડુબતી નૈયાને બચાવી શકાય છે

નીશીત જોશી

રવિવાર, 9 ઑગસ્ટ, 2009

મારી કબરપર


એક ફુલ પણ ન આપી શક્યા જીવનભર
મુકી ગયા ગુલદસ્તો મારી કબરપર
જોયુ તીરાડ થકી અમે સુતા સુતા
પડતા હતા અશ્રુ આંખોથી મારી કબરપર
નથી હવે કોઇ નીહાળનાર કહ્યુ અમે
હવે ન વહાવો આંખોના મોતી કબરપર
અમે તો છીએ હવે લાચાર પડેલા અંદર
આવે જ્યારે યાદ અમારી આવતા રહેજો મારી કબરપર
તોડે કોઇ દિલ તમારૂ અને ન સહેવાય
છુ તમારો આવી બેસજો મળશે દિલાસો મારી કબરપર

નીશીત જોશી

શનિવાર, 8 ઑગસ્ટ, 2009

New pinch

મારા નવા કપડા કઈ કામ તો આવ્યા,

ચૂંટલી ખણવા કોઇને કામ તો આવ્યા,

ખબર પડી તમારા નવા અવતરણ ની આજે,

અમે તો અમારા પ્રિયતમ માનતા આવ્યા,

જેવા છો જેવા હશો અમારા માટે તો તમે જ છો,

ન સમજતા અમે તમને ચૂંટલી ખણવા આવ્યા,

નથી આવડતી નહી ખણી સકીયે તમને ચૂંટલી,

અમે તો તમને પ્રેમ વિભોર કરવા આવ્યા,

બની ને રહેજો હવેથી અમારા પ્રિયતમા હમેંશા,

ન કરજો કોઇ પરિહાસ એ જણાવવા આવ્યા....

નીશીત જોશી

આ મુંબઈનગરી છે....મુંબઈનગરી

આ મુંબઈનગરી છે....મુંબઈનગરી
છે ઘણુ બધુ નીતનવુ અહીં
પણ નથી કોઇનામા નવીનતા ... આ મુંબઈનગરી...
છે બધા પાસે પ્રેમ અહીં
પણ નથી કોઇનામા સરળતા ... આ મુંબઈનગરી...
સમયનો છે અભાવ સૌ પાસે અહીં
પણ નથી કોઇનામા કોઇની પ્રધાનતા ... આ મુંબઈનગરી...
છે બધા કમાવાની હોડમા અહીં
પણ નથી કોઇનામા માનવતા ... આ મુંબઈનગરી...
છે જે કરે મહેનત તેને માટે રોટલા અહીં
પણ ઓટલા નથી સરળતાથી મળતા ... આ મુંબઈનગરી...
છે આ ખરેખર માયાની નગરી
પણ માયાને જ છે બધા શોધતા ... આ મુંબઈનગરી...

નીશીત જોશી

શુક્રવાર, 7 ઑગસ્ટ, 2009

એક તારા જ નામનો મને આધાર છે


જાણતો નથી પુજા પાઠ,વિધી,વીશેષ ભાવ,
પ્રેમ ભક્તિ નથી મારામા કર્મ સુખસાર છે

નથી કર્યા સંતોના સંગ નથી કોઇ જ્ઞાન
ન જપ તપ નથી મારામા બસ વીચાર છે

છું પાપી છું અધમ હું નકામો છું
નથી એક પણ ગુણ મારામા અવગુણ હજાર છે

શ્યામ હવે શરણ તારે નથી બીજો કોઇ ઉપાય
દીનબંધુ એક તારા જ નામનો મને આધાર છે

♫♥ નીશીત જોશી ♫♥

ગુરુવાર, 6 ઑગસ્ટ, 2009

वोह न आये



वोह आते थे रोज पर आज न आये
दिदार तो नही उनके संदेश भी न आये
सजायी थी महेफिल उनके लीये पर न आये
दे कर गये थे दिल को आश पर न आये
कह कर तो गये थे कयामत को मीलेंगे
कयामत के मतलब मेरी समज में न आये
देनी तो चाही मैने रोज उन्हे खुशीया
मगर उन्हे वोह तौफे भी रास न आये
मैने तो मांगा था सिर्फ साथ उनका
जोली मे आज ख्वाब भी न आये
मत कर इतनी रुसवाइ मुजसे निशित
लोग कहेगे कब्र पे सब आये पर वोह न आये

'नीशीत जोशी'

બુધવાર, 5 ઑગસ્ટ, 2009

ન કરવાના કામ જુઓ તો કરે છે

ન કરવાના કામ જુઓ તો કરે છે
પછી પાછળથી પસ્તાતો એ ફરે છે
નથી રાખતો ભરોસો એ ખુદા પર
ખુદાના નામથી નાસતો એ ફરે છે
નથી જોઇ શકતો કોઇનુ પણ સારૂ
બીજા ને જોઇ જોઇને હસતો એ ફરે છે
જ્યારે આવે છે સમય તેનો ત્યારે
કોઇ નથી મારૂ નિશિત કહેતો એ ફરે છે

નીશીત જોશી

મંગળવાર, 4 ઑગસ્ટ, 2009

मै वही हूं


इन्तजार करते थे मेरा, हां मै वही हूं,
रोज शाम दिलके दिये जलाता था, मै वही हूं,
पलको में छुपाया था मुजे, हां मै वही हुं,
दिलकी धडकन बन धडकता था, मै वही हूं,
आह भरते थे जिसके लीये, मै वही हूं,
अश्क बहाते थे जीसके लीये, मै वही हूं,
रुठ जाते थे आने से सामने, मै वही हूं,
मान भी जाते थे मनाने पे, मै वही हूं,
क्या फर्क पडा जो दिये गम 'निशित', मै वही हूं,
तुमने मुह फेर लीया मगर, मै वही हूं ।

'नीशीत जोशी'

શનિવાર, 1 ઑગસ્ટ, 2009

HAPPY FRIENDSHIP DAY






પહેલો શનીવાર હતો

એ ઓગસ્ટ્નો મહીનો હતો

સરકાર હતી ગોરી

ને સામે મિત્ર નો મિત્ર હતો

કર્યો તો તેણે કોઇ ગુન્હો

પણ મિત્ર ને ક્યાં ખ્યાલ હતો

સરકાર હતી એવી તે ક્રુર

મિત્ર ને શુળીએ ચડાવ્યો હતો

મિત્ર થી આ ન સહેવાયુ

બીજો દિવસ રવીવાર હતો

કરી તેણે પોતાની આત્મહત્યા

શુળીએ ચડેલ તેનો ખાસ મિત્ર હતો

બન્નેના પ્રેમને જોયો સરકારે

સરકારે પણ માન્યુ આ મિત્ર પ્રેમ હતો

બસ ત્યારથી મનાય ગયો એ દિન

' મિત્રદિન' એ ઓગસ્ટનો પહેલો રવીવાર હતો

આજ ના આ મિત્રદિન ઉપલક્ષે સત્ય ધટના

ઉપરોક્ત તમારો મિત્ર નિશિત જણાવતો હતો

નીશીત જોશી

HAPPY FRIENDSHIP DAY

ગમતી નથી


રોજ રોજ ની આ કટકટ હવે ગમતી નથી
રોજ સાંજ પડ્યે ઝંઝટ હવે ગમતી નથી
ચાલ્યા હવે તો અમે આ જગમાંથી
આ રીત ની જીંદગીની રમઝટ ગમતી નથી
કહે છે લોકો કે માની જશે એક દી
મને હવે એ કહેલી લટપટ ગમતી નથી
દીધો છે જ્યારે જા કારો નિશિત એ જાલીમે
મને તેની ચટપટ હવે ગમતી નથી

નીશીત જોશી

શુક્રવાર, 31 જુલાઈ, 2009

એવુ લાગે છે

ઘરવાળીનો ગુસ્સો મને વાવાઝોડુ લાગે છે

ન કરે જો ગુસ્સો તો, મને અજુગતુ લાગે છે

શાંત જો હોય ત્યારે, એવુ લાગે છે

વાવાઝોડા પહેલાની, નીરવ શાંતી લાગે છે

વાસણો પછાડી કરે અવાજ, એવા લાગે છે

વરસાદ પહેલાના, વાદળોનો ગળગળાટ લાગે છે

જો માથે ઢોળે દાળનુ તપેલુ, એવુ લાગે છે

પડ્યો હોય વરસાદ જાણે, એવુ લાગે છે

કરો છો કદાચ ‘નિશિત’ મારો વિચાર એવુ લાગે છે

દરીયો પણ થાય છે શાંત તોફાન પછીએવુ લાગે છે

નીશીત જોશી

બુધવાર, 29 જુલાઈ, 2009

જોતા જ રહી ગયા

રોકાઇ શક્યો ન હું જગત જોતા જ રહી ગયા
આ જગ મારો તમાશો જોતા જ રહી ગયા
જાગવાવાળા ઉઠ્યા અને ઉઠીને આગળ નીકળી ગયા
સુવાવાળા મીઠા સપના જોતા જ રહી ગયા
અમે કીનારાનો લઈ સહારો નીકળ્યા તોફાનમા
દુરથી કોઇ કીનારા જોતા જ રહી ગયા
પોતાની રાહ પર એકલા જ ચાલ્યા ચાલતા રહ્યા
શોધવાવાળા સહારો જોતા જ રહી ગયા
વાતો જે સારી લાગી અમે કહીને ચાલતા થયા
કોઇ વાતોના ખુલાસા જોતા જ રહી ગયા
અમે અમારા પ્રેમના સાંધા કર્યા અને સીવી લીધા
કોઇ જગના સાંધાવાંધા જોતા જ રહી ગયા
અમે મંઝિલ મેળવી અને આગળ બનાવી મંઝિલ
કોઇ પોતાના જુના ઘર જોતા જ રહી ગયા
લાવી જીંદગી અમને અમે જીંદગી લઈ ચાલ્યા
જીંદગી આપવાવાળા જોતા જ રહી ગયા

'નીશીત જોશી

મંગળવાર, 28 જુલાઈ, 2009

મળી જશે બધુ દુનીયાનુ એક ધનવાનની જેમ.


જાય છે ઘણાની જીદંગી કોઇના વગર નદીની જેમ,
ભુલે છે, કોઇ યાદ કરનાર છે આ દુનીયામા દરીયાની જેમ,
ઉડે છે કોઇ ગગન મા ઉંચે દુર પક્ષીની જેમ,
ભુલે છે, કોઇ જુએ છે રાહ નીચે માળામા જોનારની જેમ,
ભાગે છે ઇન્સાન આ દુનીયામા ગાંડાની જેમ,
ભુલે છે, કંઇ મળશે નહી દોડીને ઘોડાની જેમ,
કરીલો 'તેને' યાદ નિશિત એક સાચા ભક્તની જેમ,
ભુલે છે, મળી જશે બધુ દુનીયાનુ એક ધનવાનની જેમ.

'નીશીત જોશી'

રવિવાર, 26 જુલાઈ, 2009

મારા....

છે આ દુનીયામા બધા મારા,

પણ ક્યા બધા માને છે મારા,

હસે છે રમે છે બધા મારા,

પણ ક્યા રડાવી હસાવે છે મારા....

નીશીત જોશી

શનિવાર, 25 જુલાઈ, 2009

બાંધી છે પ્રીત


તમારે ન બોલાવવાની રાખી છે અનુઠી એવી રીત.....
ક્યાં સુધી આપ વિના રહી શકુ જ્યારે બાંધી છે પ્રીત....
બસ તમારી સાથે અમે તો જ્યારે બાંધી છે પ્રીત.......

રાહ જોઇશુ આ જીવનભર તમારી અમીનજરોની,
કેમ કરી ભુલીયે આંખોમા વસાવી છે તમારી જ પ્રીત....
બસ તમારી સાથે અમે તો જ્યારે બાંધી છે પ્રીત......

આવશો તમે વરસાવીશુ પુષ્પોનો વરસાદ,
કેમ કરી ભુલીયે બાગોમા વસે ભ્રમરોની જ પ્રીત....
બસ તમારી સાથે અમે તો જ્યારે બાંધી છે પ્રીત........

નીશીત જોશી

શુક્રવાર, 24 જુલાઈ, 2009

આજ કલમ જાણે રડતી થઈ ગઈ

લખતા લખતા વ્યથાની વાતો લખાય ગઈ
કરતા કરતા અંગારાઓની દોસ્તી થઈ ગઈ
બગીચાના બની ફક્ત ફુલો મહેકવુ હતુ મારે
મહેકતા મહેકતા મારી કાંટોની શૈયા થઈ ગઈ
હકીકત વંચાવી જે અમે ચીતરેલી કાગળ પર
બજારમા ગયા ત્યારે ખુશી પણ મોઘી થઈ ગઈ
કવિતાઓ છે મનની વરાળનુ એક રૂપ નિશિત
જીંદગી તો હવે બસ એના નામની થઈ ગઈ
મનની વાતોને વાચા આપવા બનાવી ગઝલો
લખતા લખતા આજ કલમ જાણે રડતી થઈ ગઈ

નીશીત જોશી

ગુરુવાર, 23 જુલાઈ, 2009

અમે.....રાખત......

અમે તેની સાથેના સંબંધમા દુરી રાખત
પોતાના માન્યા હોત તો સંબંધ રાખત
જો ડર્યા હોત તોફાનોથી તો રહેવા માટે
પક્ષીઓ શા માટે તણખલાઓનો માળો રાખત
ન ગયા હોત જો વિરહ વેદનામા ક્યારેય
તો દિલમા પ્રેમ નો કોઇ ભગવાન રાખત
પહોચી જ જાત અજવાળુ આપના ઓરડા સુધી
જો બારી/બારણા તમારા તમે ખુલા રાખત
સારૂ કર્યુ કે ઘર પુરુ તમે રાખ કર્યુ
ધુમાડા જ નીકળત જો તેને અર્ધજલ્યુ રાખત
ખબર ન હતી તમારા ગામના રીવાજો ની
‘નિશિત’ હ્રદયને છાતીમા જ દફન રાખત.

'નીશીત જોશી'

બુધવાર, 22 જુલાઈ, 2009

સાસરે જતી લાડલીને

કર્યા છે બહુ લાડકોડ ભુલીને, છે અમાનત તુ કોઇની
કોણ કરશે લાડ, નહી કરે પુરા કોડ, બનીશ તુ કોઇની
ભણી ગણી દિપાવ્યુ છે આ ઘર તારુ,
બીજા ઘરને પણ દિપાવજે, બનીશ તુ કોઇની,
ઘરના વડિલોની કરજે, રાખજે આમન્યા,
ન કરજે ગુસ્સો ,ઘ્યાન મા લેજે, બનીશ તુ કોઇની
મળ્યો છે જેવો પ્રેમ તને, મારી વાહલી,
હવે આપજે પ્રેમ સૌને, બનીશ તુ કોઇની,
નહી કરેલુ હોય જે કામ, કરવુ પડશે,
ન વિલાપજે તુ ક્યારેય, બનીશ તુ કોઇની
ન કરજે ક્ષોભ, લખુ છુ હુ 'કોઇની',આવીશ જ્યારે તુ,
આ ઘરમા, મળશે પ્રેમ એટલો જ, ભલે બનીશ તુ કોઇની

'નીશીત જોશી'

મંગળવાર, 21 જુલાઈ, 2009

ન આવ્યા…..



વહાવ્યા અમે એટલા તે આંશુ જુદાઇમા,
છતા દર્શન દેવા ન આવ્યા…..
દેખાડ્યા એટલા તે સપના કે,
બીજા ના ચહેરા પણ નજર ન આવ્યા……
કરેલો કોલ સાત જનમનો પણ,
આ જનમમા નીભાવવા ન આવ્યા……
બીજુ તો કઇ નહી પ્રિયે,
વિરહ વેદનામા પણ સાથ આપવા ન આવ્યા…
થાકી હવે આંખો પણ વેદનાથી,
તેમા હવે તો આંશુ પણ ન આવ્યા……
હેરાન થયો 'નિશિત' હવે,
વિરહની રાતમા સપના પણ ન આવ્યા……

'નીશીત જોશી'

શનિવાર, 11 જુલાઈ, 2009

ચોર ને શીખવો છો ચોરી કરતા

અને પકડવો પણ છે ચોરી કરતા,

હુ પકડાય જઈશ ત્યારે નહી કરી શકે કંઇ

ચીત તારુ ચોરાય ગયુ હશે ચોરી કરતા

પકડશે મને પકડાય જશે તુ પણ

સ્મરણોની વાતો બધી ચોરી છતી કરતા

ખબર છે છતા પકડવો છે મને

પકડાય જશે તુ પણ ચોરી કરતા

'નીશીત જોશી'

ગુરુવાર, 9 જુલાઈ, 2009

મરજી

ન મળે તો કંઇ નહી , તે છે તેની મરજી,

યાદ તો કરીશું જ , એ છે અમારી મરજી,

ન જુએ સામે તે છે તેની મરજી,

સામે રહીશું અમે અમારી મરજી,

બોલે નહી અમ સાથે તેની મરજી,

પ્રેમબોલ તો બોલીશું અમારી મરજી,

જીવે તે અમ વગર તેની મરજી,

જીવાડીશુ અમ હ્રદયમા અમારી મરજી.

નીશીત જોશી

બુધવાર, 27 મે, 2009

રંગોળી

રંગોળી તમે બનાવશો સરસ ખબર છે અમને
રંગો નો પણ કરશો રણકાર ખબર છે અમને
શુ થયુ જો એક કોઇ રંગ ખુટી પડ્યો હોય
તમારો વિશ્વાસ રંગ પાડશે પુરો ખબર છે અમને

નીશીત જોશી

જો વાંચીને તારૂ લખાણ

જો વાંચીને તારૂ લખાણ , ન ભીજાય મારી આંખો તો,

માનજે મારી આંખો અતી ભીજાય સુકાય ગઈ હતી,

ન આપજે કોઇને એવા દોષો, કલમને કે કાગળને,

સ્વપ્ન કરવા સાકાર હકીકત મારી વીસરાય હતી,

ન રહ્યા કોઇ શબ્દો હોઠો ગયા બીડાય હવે તો,

મારી કલમ પણ પેલી વિરહમા જ ઉભી હતી,

ના, ના, ના, છે જ આ જીવનનુ ચિત્ર મારૂ પણ,

સમજણને મારી અણસમજણ માની હતી,

જીવીયે છીએ વાંચીયે છીએ નિશિત આ જીવન પણ,

મઝા લેવાની કળા મારે તુજ પાસે શીખવી હતી.

નીશીત જોશી

મંગળવાર, 26 મે, 2009

આજ પાછી જાગી

આજ પાછી જીવવાની તલપ જાગી
આજ પાછી તને પીવાની તરસ જાગી
આજ પાછી તને જોવાની પ્યાસ જાગી
આજ પાછી તારા સ્મરણોની યાદ જાગી
આજ પાછી ગીતો ગાવાની ઇચ્છા જાગી
આજ પાછી તારા નામની મહેફીલ જાગી

'નીશીત જોશી'

સોમવાર, 25 મે, 2009

હશે એ વિરહ ના ઉજાગરા તારા
હશે એ ઉભરાયેલા ધાવ તારા
ન માની બેસતા નકામા થયા હવે
એ તો ગણે છે, નિશિત, આપેલા ઘાવ તારા

નીશીત જોશી

રવિવાર, 24 મે, 2009

મુંગા પ્રાણીની વ્યથા

કરાવશો કામ મારી પાસે
નહી કહુ મારી થાકની વ્યથા
દોડાવશો જો મને
નહી કહુ મારી હાંફની વ્યથા
મારશો જો મને
નહી કહુ મારી દર્દની વ્યથા
લાદશો બોજો પીઠે મારા
નહી કહુ મારી ભારની વ્યથા
નાખો કે ન નાખો રોટલો
નહી કહુ મારી ભુખની વ્યથા
છુ એક હુ મુંગુ પ્રાણી ઓ નિશિત
કેમ કહી શકુ આ મારી સહન-શીલતાની વ્યથા

'નીશીત જોશી'

યાદ

યાદ તો રહશે હંમેશા બની ને યાદ
ઘાવ પણ રહશે બની ને યાદ
રૂઝાય જશે સમય આવ્યે નિશિત એ ઘાવ
પણ આવશે તે હરધડી બની ને યાદ

નીશીત જોશી

શનિવાર, 23 મે, 2009

नाराज दिल

क्यों होता है ऐसा नाराज दिल
क्यो रहेता उदास नाराज दिल
रब ने बनायी है यह दुनीया
विश्वाश उनपर रख नाराज दिल
होना है जो हो कर रहेगा
बेकार उलज रहा तु नाराज दिल
मनाया, न माने किस्मत उनकी
छोड सब रब पे नाराज दिल
दिल तुटना था निशित तुट गया
अब गम को पी ले नाराज दिल

नीशीत जोशी

प्यारमे उनके

किया था हमने भी कभी प्यार उनसे

महेसुस भी कीया था प्यार उसने

पर रही होगी कोइ मजबुरी

न बांट सके वोह प्यार मुजसे

बस जी रहे है आज भी निशित

उन्ही यादो के सहारे प्यारमे उनके

'नीशीत जोशी'
रुठे को जो मनाओ तो जानु
गीरे हुए को जो उठाओ तो जानु
प्यार मे जो गीरो तो जानु
और उसमे गीर के संभल जाओ तो जानु

नीशीत जोशी

શુક્રવાર, 22 મે, 2009


रुठोगे तुम मना के कभी ना रुठने देंगे
नजरो से नजरो मे ही ईजहार करा देंगे
मुश्कान तेरे होठो से ना जाने देंगे
आंखो मे कभी आंसु ना आने देंगे
आओगे तुम फिर न जाने देंगे
गर जाओगे तो कसम हमारी दे देंगे
हर पल को यादगार बना देंगे
कभी तुम्हे वोह पल ना भुलने देंगे
प्यार में ऐसा तुजे रमा देंगे
जीन्दगीभर प्यार को कम न होने देंगे

'नीशीत जोशी'

ગુરુવાર, 21 મે, 2009

પ્રજાતંત્ર નો ચુકાદો

'પંજા' એ તો દેખાડ્યો કમાલ, જુઓ તો ભાઇ,
ખીલતુ ‘કમળ’ ગયુ કરમાય, જુઓ તો ભાઇ,
'જોડકા ફુલ' પણ બન્યા ચાહીતા,
'ડાબેરી'ઓના કર્યા બેહાલ, જુઓ તો ભાઇ,
'હાથી' પર કરી સવારી, કરવી'તી રાજધાની સર,
'સાયકલ' પણ ન પહોચી શકી, જુઓ તો ભાઇ,
'હળ' જોતતા ખેડુત ની પણ થઈ ધમાલ,
ગયુ ‘ફાનસ’ ઠરી, થયુ ફારસ, જુઓ તો ભાઇ,
દોડ્યા સૌ, ન કૌતુક ચાલ્યુ કોઇનુ, નિશિત,
પ્રજાતંત્ર નો થયો ચુકાદો , જુઓ તો ભાઇ

નીશીત જોશી

બુધવાર, 20 મે, 2009

સવાર તમારી…. દિન તમારો…. રાત તમારી….


સવાર તમારી…. દિન તમારો…. રાત તમારી….
પણ તમે મારા….
કળી તમારી…. ફુલો તમારા….. સુગંધ તમારી….
પણ બાગ મારા….
મહેફીલ તમારી…. પરવાના તમારા…. શમા તમારી….
પણ કાવ્ય મારા….
મુશ્કાન તમારી…. પ્રેમ તમારો…. ખુશી તમારી……
પણ હ્રદયમા તમે મારા….

'નીશીત જોશી'

મંગળવાર, 19 મે, 2009

પણ કદાચ મહેનત તમારી ઓછી નીકળી

માન્યુ કે તમે છો સૌથી સુંદર
કર્યુ છે ઘણુ કામ
પણ કદાચ મહેનત તમારી ઓછી નીકળી

માન્યુ કે છે હસ્તરેખાઓ બહુ સારી
છે લખેલા ઘણા લાભ
પણ કદાચ મહેનત તમારી ઓછી નીકળી

માન્યુ કે પ્રેમ છે તમારો સારો
છે તેના જ ગુણગાન
પણ કદાચ મહેનત તમારી ઓછી નીકળી

નીશીત જોશી

રવિવાર, 17 મે, 2009

મહેફિલ



મહેફિલ તારી સજાવીયે અમે

નામની ગઝલો ગણગણાવીયે અમે

લઈને અમારા સરંનજામ ઓ નિશિત્

સુંદર સંગીત સંભળાવીયે અમે

ઉઠી ન જતા એ મહેફિલ પુરી થયે

તમારા માટે તો જીવન જીવીયે અમે

'નીશીત જોશી'

હશે આપના માટે એ ફુલ


હશે આપના માટે એ ફુલ
પણ એ મારી યાદ છે
હશે આપના માટે એ સુગંધ
પણ એ મારી મુશ્કાન છે
હશે આ દરીયો આપના માટે
પણ એ હ્રદયનુ ઉફાણ છે
હશે એ વરસાદ આપના માટે
એ આંખોથી વહેતુ નીર છે
હશે એ આભ આપના માટે
પણ નિશિત હ્રદય આ વીસાળ છે
હશે એ રાખનો ઢગલો આપના માટે
પણ એ જ તો મારૂ સ્થાન છે

'નીશીત જોશી'

શનિવાર, 16 મે, 2009

આવે જો વિતેલી ક્ષણો પાછી

માગીએ …..પણ વીતેલી ક્ષણો આવતી નથી પાછી
આપી પણ દેશે આપનાર તો કાઢીશુ જીદંગી એવીજ પાછી
કરીશુ વાદાખોદ હર સમય જેમ કરતા હતા
ઝગડીશુ પોતાઓ સાથે અને વિનવીશુ લઈલે આ ક્ષણો પાછી
બચપણ આપે પાછુ રમવાની આવતી મઝા
ભણવાનુ નામ પડ્યે કહી પડીશુ લઈલે આ ક્ષણો પાછી
વીતેલી ક્ષણોથી શીખાય છે ઘણુ બધુ જીવનમા
ઇતિહાસ રચવો હોય તો ન માગો આ ક્ષણો પાછી
વીતેલી ક્ષણોની યાદ છે તો નિશિત જીવાય છે જીદંગી
આવશે એ ક્ષણો તો ભુતકાળ બની રહશે જીદંગી પાછી

' નીશીત જોશી '

શુક્રવાર, 15 મે, 2009



કાન્હા તારી મોરલીના સુર મીઠા
અને રાધાના બોલ પણ મીઠા,
તુ નચાવે તા તા થૈયા
અને રાધા ગાય બાંકે કનૈયા,
વૃદાવનમા તુ રાસ રચૈયા
અને રાધા જમના તટે થાય ભાનભુલૈયા

નીશીત જોશી

ગુરુવાર, 14 મે, 2009

જમાનો તે કેવો આવ્યો ભાઇ

જમાનો તે કેવો આવ્યો ભાઇ
જોઇએ છીયે બધુ તૈયાર ભાઇ
જન્મ આપવા જોઇએ ટેસ્ટ ટ્યુબ નો સહારો
આપી જન્મ, પાળવા, આયા/નર્સ જોઇએ તૈયાર ભાઇ
સ્કુલ મોંકલે સ્કુલબસ ના ભરોશે
ભણાવવા માટે ટીચરો જોઇએ તૈયાર ભાઇ
નથી કરવુ વધારે કોઇ કામ
જોઇએ વધુ આવક તૈયાર ભાઇ
પરણવુ છે મનગમતા પાત્ર સાથે
નથી ફરવા ફેરા જોઇએ કોર્ટ તૈયાર ભાઇ
ઉમર છુપાવવા કલપ નો જોઇએ સહારો
વાંધો નહી ઘરડા થયા,ઘરડાઘર જોઇએ તૈયાર ભાઇ
મૃત્યુ નથી અટકતુ કોઇના કીધે
નનામી માટે જોઇએ બાંધવાવાળા તૈયાર ભાઇ
રડવુ પડે ન આવડે રડતા પણ
રડવા માટે રુદાલી જોઇએ તૈયાર ભાઇ
વાહ રે 'નિશિત' વાહ આ જમાનો
અહી તો હવે જોઇએ બધુ તૈયાર ભાઇ.......

'નીશીત જોશી'

બુધવાર, 13 મે, 2009

શીખી લો




પ્રેમ જો કરવો છે તો
સમર્પણ થતા શીખી લો
સમર્પણ જો થવુ છે તો
સહન કરતા શીખી લો
સહન જો કરવુ છે તો
હસતા શીખી લો

'નીશીત જોશી'

મંગળવાર, 12 મે, 2009

તમે


બંધ કરીયે આંખો, સામે દેખાઓ છો તમે,
ખોલીયે જો આંખો, સંતાય જાઓ છો તમે,
હવે થઈ બહુ આ સંતાકુકડીની રમત શ્યામ,
એકવાર તો પ્રત્યક્ષ આવી દર્શન આપો તમે,
થશે બંધ આંખો જ્યારે હંમેશ માટે અમારી નિશિત,
ત્યારે જ આવશો શું તમારો પ્રેમ જતાવવા તમે...
'નીશીત જોશી'

સોમવાર, 11 મે, 2009

भुलते हम नही और याद उसे हम आते नही
लेकीन करीश्मा- ए- कुदरत देखो
उदास होत है वोह और आंसु हमारे रुकते नही

नीशीत जोशी

રવિવાર, 10 મે, 2009

अब कुछ दिन और,अब परिणाम का ईन्तजार है

किया जो जुठा वादा, रखना अधुरा सब वादा है,
मीलेंगे पांच साल बाद,करना फिरसे कोइ वादा है,
कि हे जो वाहवाही फिर से बढाचडा कर दोहराने आना है,
आप बुलाये न बुलाये हमे तो आपके पास आना है,
यह पाच साल नही सुनेंगे आपकी बात जीताया जो हमको है,
नही करेंगे आपका काम,कीमत देकर भी भुगतना आपको है,
खर्च किया है बहोत अब वापस रकम कमानी है,
दोस्तो यह स्वयंसेवा ही हमारी जनसेवा कहेलवानी है,
जनसेवा के नाम पर खुर्शी हमे हथीयानी है,
राजनीती के नाम पर दुकानदारी हमारी चलानी है ।
'नीशीत जोशी'

મિત્રોની મિત્રતાએ બચાવી રાખ્યો છે ,
બીજાઓ એ તો હચમચાવી નાખ્યો છે
પ્રેમમા પડ્યો ત્યારે નહતી ખબર મને ,
આંખોના નીરદરીયામા ડુબાવી નાખ્યો છે
વાતો કરતા કરતા હોઠો કાંપે મારા ,
ચુપ કરી મૌનમા ગુંગો બનાવી નાખ્યો છે
સંતાકુકડી જીવનની રમવા બેઠા ,
રમતની બાજી બગાડી હરાવી નાખ્યો છે
દર્શનની અભીલાશા વ્યર્થ છે ,
યાદો સાથે હ્રદયમા ઉતારી નાખ્યો છે
કહુ કોને આ વ્યથા ઓ નિશિત ,
આજે પણ નામનો દિવો પ્રગટાવી નાખ્યો છે

♫♥ નીશીત જોશી ♥♫

શનિવાર, 9 મે, 2009

માતૃ દેવો ભવઃ

જન્મ આપ્યો જેમણે અને લાવ્યા આપણને આ દુનીયામા
કેમ ભુલાય તેમને આપણાથી આજના દીને આ દુનીયામા
વેઠ્યુ હશે કેટલુક દુઃખ આપવાને આપણને આ જન્મ
ભગવાન પાસે પણ ફેલાવ્યો હશે છેડો તેણે આ દુનીયામા
લોહી પીવડાવી કર્યા છે મોટા તેમણે આપણને
ઋણ નહી ઉતારી શકીયે તેનુ ક્યારેય આ દુનીયામા
કર્યા હશે ઘણા ખેલ તેની સાથે આપણે
ભુલી બધુ બધી જીદો કરી છે પુરી આપણી આ દુનીયામા
ન ભુલતા તેમને ક્યારેય ઓ નિશિત
આંગળી પકડી શિખવ્યુ છે ચાલતા તેમણે આ દુનીયામા
"નીશીત જોશી"

ગુરુવાર, 7 મે, 2009




કોઇ ફુલો તો સજાવાય છે શૈયા પર તો કોઇ કબર પર મુકાય છે
કોઇ ફુલો ચડે છે ભગવાન ના શિરે તો કોઇ ખરીને કચડાય છે
પાણી તો સીંચેલુ માળીએ જતનથી જ નિશિત
પણ ફુલો ના પણ જુઓ કેવા કેવા લેખ લખાય છે........

નીશીત જોશી

ખીલતાને તો ખીલવાની મઝા હોય જ છે



ખીલતાને તો ખીલવાની મઝા હોય જ છે,
પણ કરમાયને ખીલવાની મઝા અનેરી હોય છે
ઝાડ પર ફળ બની લટકવાની તો મઝા હોય જ છે
પણ ખરીને ફરી વૃક્ષ બનવાની મઝા અનેરી હોય છે
જીવન સુખમય જીવવાની તો મઝા હોય જ છે નિશિત
પણ દુઃખમા સુખમય જીવન જીવવાની મઝા અનેરી હોય છે
નીશીત જોશી